અમરેલી, અરવલ્લી, તલોદ, હિંમતનગરમાં ધોધમાર વરસાદ
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : અમરેલી તથા ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. તલોદમાં ભારે વરસાદને કારણે પાણી ભરાતા તલોદ-હરસોલને રસ્તો બંધ કરવામાં આવ્યો છે. અરવલ્લીમાં અત્યારે ધોધમાર વરસાદ વરસી રહ્યાના સમાચાર છે. મહુવામાં પણ ભારે વરસાદને કારણે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે.
ક્વાંટ તાલુકાની કરા નદીમાં ઘોડાપૂર-કરનાળામાં ભારે વરસાદ, જ્યારે હાલોલમાં રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે. મહિસાગરની નદી ગાંડીતૂર બની ગઈ છે. જેને કારણે ૩ રસ્તાઓ બંધ કરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અમદાવાદ- ગાંધીનગર તરફ જવાનો રસ્તો પણ પાણી ભરાવાને કારણે બંધ કરાયો છે.
ગુજરાતમાં થયેલ સાર્વત્રિક વરસાદનેક ારણે મોટાભાગના ડેપોમાં જળ સપાટી વધવા પામી છે. ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જાવા મળે રહ્યો છે. પ્રકૃતિ પણ સોળે કળાએ ખીલી ઉઠી છે. સુરતની તાપી નદી પણ અત્યારે બે કાંઠે વહી રહી છે. ઓગષ્ટ માસ દરમ્યાન વરસેલા વરસાદે છેલ્લા દસ વર્ષનો રેકોર્ડ તોડ્યો હોવાનું માનવામાં આવી રહ્યુ છે. ર૯ ઓગષ્ટે ફરી લો-પ્રેશર સક્રિય થતાં મધ્ય ગુજરાત તથા ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.