અમરેલી જિલ્લા પંચાયતનું વર્ષ ૨૦૨૧-૨૨નું ૬૪ કરોડ રૂપિયાનું બજેટ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/03/amreli.jpg)
અમરેલી, અમરેલી જિલ્લા પંચાયતની ચૂંટણીના પરિણામ બાદ પ્રમુખ ઉપપ્રમુખ ની વરણી બાદ આજે પ્રથમ સામાન્ય સભા મળી હતી જેમા પ્રથમ અંદાજ પત્ર રજૂ કરવા મા આવ્યુ હતુ સર્વાનુમતે સ્વભંડોળ સહિતનું ૬૪૧.૬૫ લાખ નુ કુલ બજેટ મંજુર કરાયુ હતુ.
અમરેલી જિલ્લા પંચાયતના વર્ષ ૨૦૨૧-૨૨ના સ્વભંડોળના બજેટમાં માનદ વેતન/પગાર ભથ્થા આવશ્યક ખર્ચ માટે ૧૫૮ લાખ, પંચાયત ક્ષેત્ર માટે ૩.૨૧ લાખ, નોકરિયાત ક્ષેત્રે ૨.૪૨ લાખ, વિકાસ ક્ષેત્રે ૩૪૧.૪૪ લાખ, શિક્ષણ ક્ષેત્રે ૬.૯૪ લાખ, આરોગ્ય ક્ષેત્ર માટે ૧૫.૯૪ લાખ, ખેતીવાડી ક્ષેત્ર માટે ૨.૧૦ લાખ, બાંધકામ ક્ષેત્ર માટે ૩૨.૫૦ લાખ, સમાજ કલ્યાણ ક્ષેત્ર માટે ૧૦.૯૮ લાખની જાેગવાઈ કરવાામા આવી છે.
આ સિવાય જિલ્લા પંચાયતની ૮ જેટલી વિવિધ સમિતિની રચના કરવામા આવી હતી. આજે પ્રથમ બેઠક શાંતિ પૂર્ણ માહોલ વચ્ચે સંપન્ના થઈ હતી. બજેટ સર્વાનુમતે મંજુર થતા હાજર રહેલા જિલ્લા પંચાયતના સદસ્યો દ્વારા આવકારી લેવાયુ હતુ. આ બેઠક મા જિલ્લા વિકાસ અધિકારી તેજસ પરમાર,સાંસદ નારણ કાછડીયા,જિલ્લા પંચાયત પ્રમુખ રેખાબેન મોવલીયા, ઉપપ્રમુખ ભુપત વાળા સહિત ના લોકો ઉપસ્થિત રહ્યા હતા. HS