અમરેલી જીલ્લા સહિત બગસરા પંથકમાં વરસાદથી જનજીવન અસ્ત વ્યસ્ત
(જૂઓ વિડીયો) અમરેલી, સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં હાલ ભારે વરસાદ પડી રહ્યો છે ત્યારે હાલ બગસરા પંથકમાં પણ છેલ્લા બે-ત્રણ દિવસથી સતત વરસાદથી જનજીવન અસ્ત વ્યસ્ત ત્યારે હાલ બગસરા પાસેના ખારી ગામે ફુલઝર નદીના પુલ ઉપર પાણી વહી જતા વાહન વ્યવહાર ઠપ થઈ ગયેલ છે.
સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં હાલ ભારે વરસાદ પડી રહ્યો છે ત્યારે અમરેલી જીલ્લા સહિત બગસરા પંથકમાં પણ છેલ્લા બે-ત્રણ દિવસથી સતત વરસાદથી જનજીવન અસ્ત વ્યસ્ત ત્યારે બગસરા તાલુકાના ખારી ગામે ફુલઝર નદીના પુલ ઉપર પાણી વહી જતા ખારી ખીજડીયા તેમજ કેરાળા જાળીયા અમરેલી નો વાહન વ્યવહાર ઠપ થઈ ગયેલ છે
ત્યારે ખારી ગામે ફુલઝર નદીમાં ઘોડાપુર આવેલ અને પુલ ઉપર પાણી ભરાઇ જતાં વાહન વ્યવહાર સદંતર બંધ હોય લોકો મુશ્કેલીમાં મુકાયેલ તો બીજી બાજુ ગામ લોકોએ જણાવ્યું હતું કે આ પુલ નીચો અને જયા 16 નાળા ની જરૂર હતી ત્યા માત્ર 8 બનાવતા ભારે વરસાદ મા આવી પરીસ્થિતિનો સામનો કરવો પડતા લોકોમાં રોષ ભભૂકી ઉઠયો છે અત્યારે હાલ ગતરાત્રિથી બગસરા તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તાર માવજીંજવા ખારી ખીજડીયા હડાળા કેરાળા જાળીયા ચારણ પીપળી સહિતના ગામે પણ ભારેથી અતિભારે વરસાદ પડયો હતો
જેના કારણે અનેક નદી નાળાઓ સહિત ખેતરોમાં પાણી ભરાઈ ગયેલ સતત વરસાદને કારણે ખેડૂતો મુશ્કેલીમાં હોય ત્યારે કપાસ મગફળી તલ બાજરી જેવા પાકોની વ્યાપક નુકસાન થયેલ સરકાર પાસે માગણી પણ કરવામાં આવેલ છે તેમજ લીલો દુષ્કાળ પડવાની પણ સંભાવના હોય જેથી લોકોના મો માં આવેલ કોળિયો છીનવાઈ જવાની પરિસ્થિતિ ઉપજેલ હોવાનુંએ લોકોએ જણાવેલ. (અશોક મણવર અમરેલી)