અમરેલી તાલુકાના મોટા આંકડીયા ગામના બે વ્યાજખોર ઇસમો પાસા તળે જેલમાં ધકેલાયા
જરૂરીયાતમંદ મધ્યમ વર્ગના માણસો આર્થિક સંકડામણના લીધે મજબુરીના કારણે પોતાના સારા-નરસાં પ્રસંગો ઉકેલવા અને જરૂરિયાતો પુરી કરવા વ્યાજખોરો પાસેથી ઉંચા વ્યાજે નાણાં મેળવતા હોય છે, જેનો ફાયદો ઉઠાવી, વ્યાજંકવાદીઓ ઉંચુ વ્યાજ વસુલ કરતા હોય છે, અને જો વ્યાજ કે મુદ્દલ ન ચુકવી શકાય તો આવા વ્યક્તિઓની મિલ્કત, ગેરકાયદેર રીતે, ધાક ધમકી આપી, ડરાવી, ધમકાવી, પડાવી લેતા હોય છે. પરંતુ સામાન્ય પ્રજા આવા વ્યાજંકવાદીઓના ડર, બીકના કારણે તેમના વિરૂધ્ધ ફરિયાદ કરતા નથી, કે તેમની સામે ક્યાંય રજુઆત કરતા નથી, અને વ્યાજંકવાદીઓના ત્રાસથી આત્મહત્યા કરી લેતાં હોય છે.
અમરેલી પોલીસ અધિક્ષક નિરલિપ્ત રાય દ્વારા અમરેલી જિલ્લામાં *વ્યાજખોરી* ના ગુનામાં પકડાયેલ ઇસમો સામે કડક હાથે કાર્યવાહી કરવા અને આવા ગુન્હેગારોને કાયદાનું ભાન થાય તેમજ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા સુદઢ બને, તે માટે પાસાના કાયદામાં આવેલ સુધારા મુજબ કાર્યવાહી કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય, જે અન્વયે *અમરેલી એલ.સી.બી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેક્ટર આર.કે.કરમટા તથા પો.સ.ઇ. પી.એન.મોરી તથા એલ.સી.બી. ટીમ* દ્વારા અમરેલી જિલ્લાના વ્યાજખોર ઇસમો
2️⃣ જીલુભાઇ દાનાભાઇ ભુતૈયા, ઉં.વ.૪૦, રહે.મોટા આંકડીયા, તા.જિ.અમરેલી વાળાઓ વિરૂધ્ધ પુરાવાઓ એકઠાં કરી, પાસા દરખાસ્ત તૈયાર કરી,
*પોલીસ અધિક્ષક, અમરેલી* નાઓ મારફતે *જિલ્લા મેજીસ્ટ્રેટ, અમરેલી* નાઓ તરફ મોકલી આપેલ. આવા વ્યાજખોર ઇસમોની સમાજ વિરોધી અસામાજીક પ્રવૃતિ પર અંકુશ લાવવાનું જરૂરી જણાતાં *અમરેલી જિલ્લા મેજીસ્ટ્રેટે ઉપરોક્ત બંને ઇસમો વિરૂધ્ધ પાસાના વોરંટ ઇસ્યુ કરતાં *અમરેલી પોલીસ અધિક્ષક નીરલિપ્ત રાય સાહેબ* ની સુચના મુજબ *એલ.સી.બી. ટીમે* ઉપરોક્ત ઇસમોને પાસા વોરંટની બજવણી કરી, પ્રેમજીભાઇ ઉર્ફે ગટીભાઇ વલ્લભભાઇ બાવીશીને *અમદાવાદ મધ્યસ્થ જેલ* તથા જીલુભાઇ દાનાભાઇ ભુતૈયાને *વડોદરા મધ્યસ્થ જેલ* ખાતે અટકાયતમાં રહેવા મોકલી આપવા તજવીજ કરેલ છે.