અમરેલી: નેશનલ હાઈવે પર બે ટ્રકો વચ્ચે ટક્કર થતા એક ડ્રાઈવરનું મોત
અમરેલી, અમરેલીના રાજુલા-જાફરાબાદ પંથકમાંથી પસાર થતા ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર હિંડોરાણા નજીક બે ટ્રક વચ્ચે જાેરદાર ટક્કર થતા એક ડ્રાઈવરનું મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય ડ્રાઈવરને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો છે. રાજુલા- જાફરાબાદ પંથકમાંથી પસાર થતા ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર આજે સવારે હિંડોરાણા નજીક બે ટ્રક સામસામે અથડાઈ હતી.
અકસ્માતના પગલે આસપાસથી લોકો દોડી આવ્યા હતા. ૧૦૮ અને રાજુલા પોલીસની ટીમ પણ ઘટનાસ્તળ પર પહોંચી હતી. જાેરદાર ટક્કરના કારણે બંને ટ્રકની ડ્રાઈવર કેબીનને ભારે નુકસાન પહોંચ્યું હતું. એક ટ્રકના ડ્રાઈવરને ગંભીર ઈજાે થતા ઘટનાસ્થળ પર જ મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય ટ્રક ડ્રાઈવરને ગંભીર ઈજાઓ થતા સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો છે.HS