અમરેલી: રાજુલા બાયપાસ પાસે સીંગતેલ ભરેલું કન્ટેનર પલટ્યું
![](https://westerntimesnews.in/wp-content/uploads/2022/06/TRUCK.jpg)
અમરેલી, અમરેલી જિલ્લાના રાજુલા-સાવરકુંડલા રોડ પર પીપાવાવ પોર્ટ તરફ જઈ રહેલું સીંગતેલ ભરેલું કન્ટેનર પલટી જતા રસ્તા પર ઢોળાયું હતું. કન્ટેનરમાંથી તેલ ઢોળાતું હોવાની જાણ થતા આસપાસના વિસ્તારમાંથી સ્થાનિકો જે હાથમાં આવ્યું તે વાસણ લઈ તેલ ભરવા પહોંચ્યા હતા.
કન્ટેનર પલટી જતા સીંગતેલ રસ્તા પર ઢોળાયુંરાજુલા-સાવરકુંડલા રોડ પરથી સીંગતેલ ભરેલું કન્ટેનર પીપાવાવ પોર્ટ તરફ જઈ રહ્યું હતું ત્યારે બાયપાસ પાસે ઢાળ હોવાના કારણે કન્ટેનર પાછું પડ્યું હતું અને પલટી ખાઈ ગયું હતું.
ટેન્કર પલટી જતા અંદર ભરેલું તેલ રસ્તા પર ઢોળાયું હતું. તેલ ઢોળાતું હોવાની લોકોને જાણ થતા લોકોને હાથમાં જે વાસણો આવ્યા તે લઈને તેલ ભરવા પહોંચ્યા હતા.
અકસ્માતના બનાવમાં ડ્રાઈવરનો બચાવઅકસ્માતની ઘટનામાં ટેન્કરના ડ્રાઈવરને ચમત્કારિક બચાવ થયો હતો. રાજુલા પોલીસને ઘટનાની જાણ થતાં તે પણ દોડી ગઈ હતી અને તેલ ભરી રહેલા લોકોને અટકાવ્યા હતા.HS3KP