અમરેલી રોડ પર ઈકોગાડીના ચાલકે એક એક્ટિવા ટુવ્હીલરને અડફેટે લીધું
અમરેલી રોડ પર ઈકોગાડીના ચાલકે એક એક્ટિવા ટુવ્હીલરને અડફેટે લેતા ઘટના સ્થળે ત્રણને ગંભીર ઈજાઓ થતા તાત્કાલિક સારવારમાં ખસેડવામાં આવેલ
અમરેલી જિલ્લાના બાબરા અમરેલી રોડ પર રાત્રિના સમયે એક ઇકો ફોરવિલ ગાડીના ચાલકે ટુવ્હીલર એકટીવા વચ્ચે અકસ્માત થયેલ જેમાં ફોરવીલ ગાડીના ચાલકે એક્ટિવાને ટક્કર મારતા ઘટનાસ્થળે 3 લોકોને ઇજાઓ થતાં તાત્કાલિક ૧૦૮ મારફતે સારવારમાં ખસેડવામાં આવેલ ઘટનાને પગલે લોકો દોડી જતા રોડ પર ચક્કા જામ જેવા દ્રશ્યો સર્જાયેલ અને લોકોએ તાબડતોબ ઈજા ગ્રસ્ત લોકોને સારવારમાં ખસેડાયેલ રાત્રિના આઠ વાગ્યાના અરસામાં બાબરા થી અમરેલી તરફ પુરપાટ ઝડપે જઈ રહેલ એક ઇકો ફોરવીલ ગાડીએ એક એક્ટીવા ટુવિલર ને હડફેટે લેતા અકસ્માત થયો
જેમાં બે મહિલા અને બે બાળકોને ઇજાઓ થયેલ અને અકસ્માત સર્જાયેલ બાદ ફોરવિલ ગાડીનો ચાલક ગાડી મૂકી નાસી છુટ્યો હતો અકસ્માતમાં એક બાળકને પણ પગમાં ફ્રેક્ચર થયું હતું ઇજાગ્રસ્ત મહિલાને હોસ્પિટલ ખસેડવામાં આવેલ હાલ તો પ્રાથમિક સારવાર બાબરાની સરકારી હોસ્પિટલમાં આપ્યા બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવેલ હોવાનું જાણવા મળે છે