અમરેલી વિદ્યાસભા કેમ્પસમાં દીકરીઓ માટે પ૦% ફી માફી
અમરેલી, અમરેલી જિલ્લા વિદ્યાસભા કેમ્પસમાં છેલ્લા ૧પ વર્ષથી ગુજરાતી અને અંગ્રેજી માધ્યમની શાળા કાર્યરત છે. ૧૪૦૦ દીકરા માટે ત્રણ હોસ્ટેલ તમામ સુવિધા સજ્જ છે છેલ્લા પાંચ વર્ષથી ૪૦૦ દીકરીઓ માટે નિવાસની વ્યવસ્થા કરવામાં આી છે.
કેમ્પસમાં ધો.૧ થી ૧ર સાયન્સ, કોમર્સ અને આર્ટસની ગુજરાતી અને અંગ્રેજી માધ્યમની શાળા શ્રેષ્ઠ સુવિધા સાથે કાર્યરત છે પ્લે ગ્રાઉન્ડથી લઈ પોસ્ટ ગ્રેજયુએટ સુધીના અભ્યાસક્રમ છે. નર્સ્િંાગ, બીબીએ, એમબીએ, એમકોમ, આર્ટસ, સાયન્સ, બીસીએના અભ્યાસ સાથે જિલ્લા કક્ષાની સ્પોર્ટસ સ્કુલ પણ છે. વસંતભાઈ ગજેરાની નિશ્રામાં પ૦ હજારથી વધુ વિદ્યાર્થીઓ વિદ્યાભ્યાસ કરી રહ્યા છે.
હવે સમગ્ર સૌરાષ્ટ્ર, ગુજરાતની સર્વ સમાજની દીકરીઓ શ્રેષ્ઠ મેળવી શકે તે ઉદેશથી ચાલુ વર્ષથી વિદ્યાસભા કેમ્પસમાં હવે પ્રવેશ મેળવનાર દીકરીઓને સ્કૂલ ફીમાં પ૦ ટકા રાહત આપવા અને હોસ્ટેલ ફીમાં વાર્ષિક રૂ.૧૩ થી ૧૮ હજાર જેટલી સ્કોલરશીપ આપવાનો નિર્ણય પ્રમુખ વસંતભાઈ ગજેરાએ કર્યો છે.