અમરોલીમાં પોલીસનો સપાટો, ૩ કલાકમાં ૩૯૧ સામે કાર્યવાહી કરાઈ
સુરત, સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી બાબતે પોલીસ કમિશનર અજય કુમાર તોમર દ્વારા ફરી એક વખત લાલ આંખ કરાઈ છે. સુરત પોલીસ દ્વારા શહેરના તમામ ડિવિઝન ડીસીપીઓ સાથે મિટિંગ કરી સૂચનાઓ આપવામાં આવી હતી. ત્યારે ગત મોડી રાતે અમરોલી વિસ્તારમાં નાઇટ કોમ્બિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.
મોડી રાતે કેટલાક અસામાજીક તત્વો રાહદારીઓને તેમજ વાહન ચાલકોને પરેશાન કરવાની ઘણી ફરિયાદો આવી હતી. સાથે સાથે અલગ-અલગ વિસ્તારોની અંદર ચેઈન સ્નેચિંગ, મહિલાઓની છેડતીના કિસ્સાઓ પણ બનતા હતાં. તેને ધ્યાનમાં રાખીને નાઇટ પેટ્રોલિંગ સઘન કરવાની ફરજ પડી છે.
ડ્રાઈવમાં નાયબ પોલીસ કમિશનર, મદદનીશ પોલીસ કમિશનર, પી.આઈ, નવ પીએસઆઇની અલગ અલગ ટીમો બનાવીને સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં પોલીસે નંબર પ્લેટ વગરની તેમજ ફોલ્ટી નંબર પ્લેટ વાહન ચાલક વિરુદ્ધ, કાળા કાચ વાહન ચાલક વિરુદ્ધ,ત્રણ સવારી, પીધેલાના, તેમજ અન્ય ગુના હેઠળ ત્રણ કલાકમાં ૩૯૧ વિરુદ્ધ પોલીસ કાર્યવાહી કરવામાં આવી હતી.
બે દિવસ પહેલા ઝોન ૪ વિસ્તારમાં પણ કાર્યવાહી કરવામાં આવી હતી.પોલીસે નંબર પ્લેટ વગરની મોટરસાયકલ તેમજ ફોલ્ટી નંબર પ્લેટ વાહનો ૨૩૧, દારૂ પીને વાહન ચલાવનાર વિરુદ્ધ ૧૮, બેફિકર રસ્તા પર વાહન ચલાવનાર વિરુદ્ધ ૮ ગુના, જાહેર માર્ગ ઉપર અડચણ રૂપ વાહન, ઘાતક હથિયાર સાથે રાખવાના ૧૬ જેટલા ગુના નોંધાયા છે.
દારૂ પીધેલા ૮, કાળી ફિલ્મ ૨૭, ત્રણ સવારી ૪૬, તડીપાર ૧, અલગ-અલગ મોટર વ્હિકલ એક્ટ ૧૦૩, મળીને કુલ્લે ૩૯૧ જેટલા વિરોધ પોલીસ કાર્યવાહી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ખાસ કરીને કોસાડ આવાસમાં તેમજ રાધે ઝુપડપટ્ટી વિસ્તાર વહેલી સવારે કોમ્બિંગ કરવામાં આવ્યું હતું.ss3kp