અમરોલી કોલેજમાં આંતર કાલેજ વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરાયું
જીવન જયોત ટ્રસ્ટ, અમરોલી સંચાલિત જે. ઝેડ.શાહ આર્ટ્સ એન્ડ એચ.પી. દેસાઇ ડોમર્સ કોલેજ, અમરોલીમાં
તા ૦૭, ઓગ્ષ્ટ, ૨૦૧૯ એ આંતર કોલેજ વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં વિવિધ કાલેજોના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. મુખ્ય મહેમાન તરીકે લાયન મેહુલ બી. શાહ મુખ્ય મહેમાન તરીકે હાજર રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. સ્પર્ધામાં નિર્ણાયક તરીકેશ્રી આશાબેન પારેખ એસ.પી.હાઇસ્કુલ-અમરોલી, શ્રી યોગેશભાઇ ગામિત કે.એન. એન્ડ એમ.પી. સાર્વજનિક વિદ્યાલય-અમરોલી હાજર રહયા હતા.
સમારંભની શુભ શરૂઆત વિદ્યાર્થીની ટાંક દર્શના એલ.એ પ્રાર્થનાથી કરી હતી. પ્રિ.ડૉ. કે. એન.ચાવડાએ મહેમાનોનું પુસ્તકથી અભિવાદન કર્યું હતું. પરિચય પ્રા. ડૉ. બી. એન. ઢીમ્મરએ ઠરાવ્યો હતો. આભાર વિધી પ્રા. કે. એન. સાવલિયાએ કરી હતી. સમગ્ર વાતાવરણ આનંદ-ઉત્સાહ પૂર્ણ રહ્યું હતું. કુલ ૩૭ વિદ્યાર્થીઓએ ઉત્ત્સાહ પૂર્વક ભાગ લીધો હતો. જેમાં પ્રથમ કમ બી.કે.એમ.સાયન્સ કોલેજ-વલસાડના શિવાની જે. પટેલ, દ્વિતેય કમે એસ.પી.બી. ઈંગ્લિશ મિડીયમ સ્કુલના સંસ્કુતિ
કે. યાદવ, તૃતિય કમે આર.વી. પટેલ કોલેજના નૈમિશા બી. બારિયા, ચોથા કમે શાહ એન.એચ. કોલેજ વલસાડના ઇશા સરાયા, પાંચમાં કમે જે. ઝેડ. શાહ આર્ટસ એન્ડ એચ.પી. દેસાઇ કોમર્સ કોલેજ, અમરોલીના દર્શના એલ. ટાંક વિજેતા જાહેર થયા હતા.