અમરોલી કોલેજમાં ૭૨ મો પ્રજાસત્તાક દિન નિમિત્તે ઘ્વજવંદન ક્રાર્યક્રમની ઉજવણી
જીવન જયોત ટ્રસ્ટ, અમરોલી સંચાલીત જે. ઝેડ. શાહ આર્ટ્સ એન્ડ એચ. પી. દેસાઇ કોમર્સ કોલેજ, અમરોલીના કોલેજ કેમ્પસ પર ૨૬મી જાન્યુઆરી,૨૦૨૧ ને મંગળવાર રોજ ૭૨ મો પ્રજાસત્ત્ાાક દિન નિમિત્ત્ો સવારે ૦૮ઃ૪૫ કલાકે અમરોલી કોલેજના આચાર્યશ્રી ડૉ. કે. એન. ચાવડાના નેતૃત્વ હેઠળ એસોસિએટ પ્રોફેસર સોનલ વી. કુલકર્ણીના વરદ્ હસ્તે ઘ્વજવંદન થયુ હતું. ધ્વજવંદન કાર્યક્રમને આેનલાઇન રાખી વિદ્યાર્થી અને લોકો સુધી લાઇવ પ્રસારણ કરી પ્રજાસત્ત્ાાક દિનની ઉજવણી કરવામાં આવી હતી.
જેમાં ખૂબ મોટી સંખ્યામાં લોકોએ આ લાઇવ કાર્યક્રમમાં આેનલાઇન જોડાઇ ધ્વજવંદન કાર્યક્રમ સફળ બનાવ્યો હતો. જીવન જયોત ટ્રસ્ટના પ્રમુખશ્રી ભરતભાઇ શાહ, મંત્રીશ્રી અશ્વિનભાઇ પટેલ અને આદરણીયશ્રી અનુજભાઇ શાહ, આદરણીય ટ્રસ્ટીશ્રી ગૌરાંગભાઇ દેસાઇ, આદરણીયશ્રી સભ્યશ્રી ડૉ. મહેન્દ્રકુમાર સોલંકી, ૬ ગુજરાત ગર્લ્સભન ણછછ ના આદરણીય આેફીસરશ્રી સુબેદાર દેવેન્દ્ર સિંહ અને સુબેદાર રાજ કુમાર સિંહ ઉપસ્થિત રહ્યા હતા.
એસ. પી. બી. સ્કુલના ઇન આચાર્ય શ્રીમતી સેજલબેન પટેલ, માનદ્ નિયામક શ્રીમતિ કલ્પનાબેન દેસાઇ, બી. સી. એ. કોલેજના વિભાગીય વડાશ્રી ડૉ. જૈમિન શુકલા, બી.બી.એ. કોલેજના વિભાગીય વડા ડૉ. સ્વાતી મહેતા, તેમજ સમગ્ર સંકુલના મર્યાદિત શૈક્ષણિક, વહીવટી કર્મચારીઆે સાથેધ્વજવંદન કાર્યક્રમ કરવામાં આવ્યુ હતું.
આ પ્રસંગે ભારતી કે. વાઘ, અને એન.સી.સી. ના વિદ્યાર્થીનીઆેની રિર્પોટર કમાન્ડર ઝરણા પિપલીયા, અને પરેડ કમાન્ડર માનસી લિંબાયતની રાહબરી હેઠળ એન.સી.સી.ના વિદ્યાર્થીઆેએ ભવ્ય પરેડ કરી હતી. જીવન જયોત ટ્રસ્ટ, અમરોલીના પ્રમુખશ્રી ભરતભાઇ શાહએ રાષ્ટ્રના વિકાસમાં યુવા શકિતની ભૂમિકા વિશે, દેશને આઝાદી અપાવનાર વીર સપૂતોને યાદ કર્યા હતા.
વયમર્યાદાને કારણે નિવૃત થનારા અંગ્રેજી વિભાગના વડાશ્રી પ્રા. સોનલ વૈદ્ય કુલકર્ણીનું ટ્રસ્ટ અને કોલેજ પરિવાર દ્વારા બહુમાન કરવામાં આવ્યુ હતુંઅને તેના પ્રત્ત્યુત્ત્ારમાં ભારતીય સંસ્કૃતિ, શિસ્ત પાલન, સ્ત્રીઆેની ભૂમિકા, રાષ્ટ્ર ધ્વજનો ઇતિહાસ અંગે પ્રસંગોપાત વકતવ્ય આપ્યુ હતું. એન.એસ.એસ.ની વિદ્યાર્થીની મિતાલી બરવલીયાએ મતદાનનું મહત્વ સમજાવી ભારતીય લોકશાહીમાંમતદાન જાગૃતિ અંગેની શપથ વિધી કરાવી હતી.
આ ક્રાર્યક્રમમાં બી.એ.,બી.કોમ., બી.સી.એ.,એમ.એ.,એમ.કોમ., બી.સી.એ. કોલેજના તેમજ સમગ્ર સંકુલના શૈક્ષણિક, વહીવટી કર્મચારીઆે, ભૂતર્પૂવ વિદ્યાર્થીઆે વાલીઆે સહિત મર્યાદિત સમુદાયમાં વિદ્યાર્થીગણ હાજર રહ્યા હતા. કાર્યક્રમને અંતે આભારવિધી ડૉ. આર.એન. સદરીએ કરી હતી.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે કોલેજના આચાર્યશ્રી ડૉ. કે. એન. ચાવડાના માર્ગદશન હેઠળ એન. એસ. એસ. પ્રોગ્રામ આેફિસર શ્રી પ્રો. ડૉ. આર. ડી. રાણા, પ્રા. સોનલ કુલકર્ણી, પ્રો. આર.ડી.ઝા, પ્રા. સી.યુ. નાયક તથા શૈક્ષણિક અને વહીવટી કર્મચારીગણે સુંદર સહકાર આપ્યો હતો.