અમલાઈ ગામના સ્મશાન પાસેથી ખનીજ માફિયાએ મોટા પ્રમાણમાં માટીનું ખનન કર્યું
અરવલ્લી જીલ્લામાં ખનીજનું ગેરકાયદેસર ખનન અને વાહન મોટા પ્રમાણમાં થઇ રહ્યું છે ખાણખનીજ વિભાગ ધૃતરાષ્ટ્રની ભૂમિકા ભજવી રહ્યું હોય તેમ ખનીજ માફિયાઓને છુટ્ટો દોર મળી ગયો છે બેફામ બનેલા ખનીજ માફિયાઓ મનફાવે ત્યાંથી ખનીજનું ખનન કરી રહ્યા છે મોડાસા તાલુકાના અમલાઈ ગામના વણઝારા સમાજના સ્મશાનની આજુબાજુ થી ગેરકાયદેસર ટ્રેક્ટરથી ગામતળની જમીનમાંથી લાલ માટીનું ખોદકામ કરી મોટા ખાડાઓ ખોદી નાખવામાં આવતા વણઝારા સમાજના લોકોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે ગામતળની જમીનમાંથી માટી ખોદી નાખવામાં આવતા ગામના સરપંચ અને તલાટીને સ્થળપર બોલવી ખનીજ માફિયા સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી હતી
અમલાઈ ગામનો વસંતભાઈ પરમારનામનો શખ્શ વણઝારા સમાજના સ્મશાન નજીકથી ટ્રેક્ટર વડે ગેરકાયદેસર અંદાજે ૫ થી ૧૦ હજાર ટન જેટલી માટી ખોદી ઈંટવાડા વાળાઓને વેચી નાખી હોવાનો વણઝારા સમાજના આગેવાનોએ આક્ષેપ કર્યો હતો અને ખનીજ માફિયાએ ગામતળની જમીનમાંથી ગેરકાયદેસર ખનીજની ચોરી રોકવા અને ખનીજ ચોરી કરનાર શખ્શ સામે ઘટતી કાર્યવાહી કરવા સ્થળ પર ગામના સરપંચ અને તલાટીને બોલાવી રૂબરૂ લેખિત અરજી આપી રજુઆત કરી હતી