અમાયરા ડાન્સ શીખવામાં સમય વિતાવી રહી છે
મુંબઈ, અભિનેત્રી અમાયરા દસ્તૂર ફિલ્મોમાં પોતાના દમદાર પાત્રોની સાથોસાથ ફેશ સેન્સ માટે પણ જાણીતી છે. સોશિયલ મિડીયા પર અમાયરા દસ્તુરના ચાહકોની સંખ્યા સોશિયલ મિડીયા પર અસંખ્ય ચાહકો છે. જો કે હાલમાં ફિલ્મથી દૂર અમાયરા ડાન્સ કલાસમાં સમય વિતાવી રહી છે. તાજેતરમાં તે ડાન્સ કલાસ બહાર એકદમ સ્ટનીંગ લૂકમાં જોવા મળી હતી. જેમાં તે બ્લેક ક્રોપ ટોપ અને બ્લેક જેગિન્ગમાં જોવા મળી હતી. સાથે સ્પોર્ટસ શૂઝ અને બેગ પણ હતાં. ગોગલ્સ અને ખુલ્લા વાળ તેના લૂકને વધુ આકર્ષક બનાવી રહ્યા હતાં. તેણે મિડીયા સામે સ્માઇલ સાથે પોઝ આપ્યા હતાં.
અમાયરા છેલ્લે મેડ ઇન ચાઇના નામની ફિલ્મમાં જોવા મળી હતી. જેમાં રાજકુમાર રાવ અને મોની રોય મુખ્ય ભુમિકામાં હતાં. હાલમાં અમાયરા પાસે કોઇ નવો પ્રોજેકટ હાથવગો નથી. જો કે તે જજમેન્ટલ હૈ કયા ફિલ્મમાં ખાસ રોલમાં જોવા મળશે. હિન્દી ઉપરાંત સાઉથની ફિલ્મમાં અમાયરા મોટુ નામ ગણાય છે. ત્યાંની અનેક સુપરહિટ ફિલ્મો તે કરી ચુકી છે.