અમારા પગલાંથી કાળા ધનના સ્ત્રોત અને ભ્રષ્ટાચાર ઓછો થયો છે :મોદી
નવીદિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નાસ્કોમ ટેક્નોલોજી એન્ડ લીડરશીપ ફોરમ (એનટીએલએફ)ને સંબોધિત કરતા આઈટી સેક્ટરની ઉપયોગીતા ગણાવી.
તેમણે કહ્યું કે કેવી રીતે ડિજિટલ ટેક્નોલીજીએ સરકાર અને સામાન્ય વ્યક્તિની વચ્ચેના અંતરને ઓછું કરી દીધું છે. પીએમએ કહ્યું કે જેટલું ડિજિટલ ટ્રાન્ઝેક્શન વધારે થઈ રહ્યું છે તેટલો કાળા નાંણાનો સ્ત્રોત ઓછો થઈ રહ્યો છે.
આઈટી સેક્ટરના વખાણ કરતા પીએમ મોદી કહ્યું કે જે સમાધાન તમે સૂચવ્યા છે તેને અમે સરકારનો ભાગ બનાવ્યો છે અન ડિજિટલ ટેક્નોલોજીએ સામાન્ય વ્યક્તિને સરકાર સાથે જાેડ્યા છે.
સેંકડો સરકારી સર્વિસની ડિલીવરી ઓનલાઈન કરવામાં આવી રહી છે. આ સુવિધાની સાથે ભ્રષ્ટાચાર પણ ઓછો થયો છે.
ટેક્નોલોજીને સરકારના કામકાજમાં પાદર્ર્શિતા માટે મહત્વનું ગણાવતા પીએમ મોદીએ કહ્યું કે અમારા ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે જાેડાયેલા પ્રોજેક્ટ્સ હોય અથવા ગરીબોના ઘર, દરેક પ્રોજેક્ટ્સની જિઓ ટૈગિંગ કરવામાં આવી રહી છે. જેથી તે સમયસર પુરી કરી શકાય. ત્યાં સુધી કે મૈપિંગ ડ્રોનથી કરવામાં આવી રહ્યું છે.
ટૈક્સ સાથે જાેડાયેલા મામલામાં પણ હ્યૂમન ઈન્ટરફેસને ઓછો કરી શકાય છે.
પીએમ મોદીએ કહ્યું કે કોરોના કાળમાં આઈટી સેક્ટરે ૪ બિલિયન ડોલર જાેડ્યા છે.
જે પ્રશંસનીય છે. આ દરમિયાન લાખો લોકોને રોજગાર આપી આઈટી ઈન્ડસ્ટ્રીએ સાબિત કર્યુ છે કે તે ભારતના વિકાસમાં મજબૂત પીલર છે.
પીએમએ કહ્યું કે અમારી સરકારએ બરાબર જાણે છે કે બંધનોમાં ભવિષ્યની લીડરશિપ વિકસિત ન થઈ શકે. એટલા માટે સરકાર દ્વારા ટેક ઈન્ડસ્ટ્રીઝને જરુરી રેગુલેશનમાંથી, બંધોનોમાંથી બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો છે.