Western Times News

Gujarati News

અમારા પાંચ કોર્પોરેટર્સને ડરાવીને ભાજપમાં ભેળવ્યા

ગાંધીનગર, ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી ભાજપ સામે પડકાર ઉભો કરે તે પહેલા જ એમાં ભંગાણ પડવાની શરૂઆત થઈ ગઈ છે.

અગાઉ સુરતના ઉદ્યોગપતિ અને સામાજિક કાર્યકર મહેશ સવાણી સહિત અનેક આગેવાન નેતાઓએ આપ સાથે છેડો ફાડ્યા બાદ શુક્રવારે સુરત મહાનગરપાલિકાના પાંચ કોર્પોરેટરોએ ભાજપનો ખેસ ધારણ કરી વધુ એક ઝટકો આપ્યો છે અને હજી લગભગ કેટલાક કોર્પોરેટરો ગમે ત્યારે છેડો ફાડે તેવી શક્યતા છે.

ત્યારે આપ નેતા ઈસુદાન ગઢવીએ શનિવારે પ્રેસ કોન્ફરન્સ કરીને ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. જેમાં તેમણે આક્ષેપ કરતા જણાવ્યું કે, ‘અમારા કોર્પોરેટરોને ભાજપ દ્વારા પૈસાની ઓફર કરવામાં આવી છે. ભૂતકાળમાં પણ અમારા કોર્પોરેટરને ૩ કરોડની ઓફર કરવામાં આવી હતી. અમારા પાંચેય કોર્પોરેટર્સને ડરાવી-ધમકાવીને ભાજપમાં ભેળવ્યા છે. અમે રાજનીતિ બદલવા આપ્યા છીએ, કરવા નથી આવ્યા.’

૨૦૨૨માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બહુમતી બેઠકો મેળવવાનો દાવો કરતી આપને હાલ તો તેમના જ નેતાઓ અને કાર્યકરોએ સાંચવવામાં ફાંફા હોય તેવી સ્થિતિ સર્જાઈ રહી છે. પહેલા સંગઠનના અગ્રણીઓ પાર્ટી છોડી ગયા બાદ તેનો ફટકો પડ્યા બાદ હવે ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ પાર્ટીનો સાથે છોડતા આપની હાલ વધુ નબળી પડી રહી હોય તેવું લાગી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે, આપમાંથી તાજેતારમાં સુરતનું મોટું માથું ગણાતા અને ઉદ્યોગપતિ મહેશ સવાણી, લોકગાયક વિજય સુવાળા, નીલમ જાેશી વિગેરે પાર્ટી છોડી હતી. તે પછી આપ સૌથી મજબૂત બનીને ઉભરી હતી તેવા સુરતમાં ચૂંટાયેલા પાંચ કોર્પોરેટરોએ એકસાથે પક્ષનો છેડો ફાડતા પક્ષના મોવડીઓ સામે પણ અનેક સવાલો સર્જાયા છે. વિધાનસભાની ચૂંટણી માટે ભાજપ અને કોંગ્રેસ ભારે તૈયારી કરી રહ્યા છે ત્યારે આપને આગેકૂચ કરતા જે છે તે સાચવવામાં પણ મુશ્કેલી પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.