અમારી ખાણની વિરુદ્ધમાં મામલતદારમાં અરજી કેમ કરી તેમ કહી માર માર્યો

આંબાખાડી ગામે અમારી ખાણની વિરુદ્ધમાં મામલતદારમાં અરજી કેમ કરી તેમ કહી બે પુરુષ અને બે મહિલાઓને માર માર્યો
(પ્રતિનિધિ)ભરૂચ, ઝઘડિયા તાલુકાના આંબાખાડી ગામે રહેતા અશ્વિનભાઈ બાબરભાઈ વસાવા ખેતીવાડી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે.ગતરોજ અશ્વિન તેના ઘરે બેઠો હતો ત્યારે તેમના ગામનો અરુણ, રાકેશ, મંજુલા નાઓ કુવાડી ધારીયુ, લોખંડની પાઇપ લઈ આવ્યા હતા
અને અશ્વિનભાઇને ગમેતેમ ગાળો બોલી કહેવા લાગેલા કે અમારી પથ્થરની ખાણ ચાલતી હોય તે બાબતે મામલતદારને તમે અરજી કરેલ હતી.એટલે મામલતદાર મારી ખાણ ચેક કરવા આવ્યા હતા.તેથી અશ્વિનભાઈ જણાવેલ કે મેં આવી કોઈ અરજી મામલતદારને કરેલ નથી,
તેમ કહેતા આવેલા ત્રણેય ઈસમોએ અશ્વિનભાઈ ના માતા,નાના ભાઈ તથા ભાભી ઉપર ધારિયા, કુહાડી, પથ્થર વડે તથા લોખંડના પાઈપ વડે હુમલો કરી ઈજાગ્રસ્ત કર્યા હતા.ઈજાગ્રસ્ત ચારે પરિવારજનોને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે અવિધા સરકારી દવાખાને લઈ જવામાં આવ્યા હતા.
જ્યાં પ્રાથમિક સારવાર કરાવ્યા બાદ અશ્વિનભાઈ ના પરિવારના ત્રણ સભ્યો ને રજા આપી હતી જ્યારે અશ્વિનભાઈ ને વધુ સારવારની જરૂર હોય ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જેથી અશ્વિનભાઈ બાબરભાઈ વસાવા એ (૧) અરુણ પ્રભાત વસાવા (૨) રાકેશ પ્રભાત વસાવા (૩) મંજુલા પ્રભાત વસાવા રહે. આંબાખાડી તા.ઝઘડિયા તથા (૪) ઉમેદ વસાવા રહે મહુવાડા તા.ઝઘડિયા વિરુદ્ધ રાજપારડી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.