અમારી પાસે જવાબ માગતા પહેલા, પેઢીઓ સુધી રાજ કરનારા હિસાબ આપે: અમિત શાહ
નવીદિલ્હી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે જમ્મુ-કાશ્મીર પુર્નગઠન સંશોધન વિધેયક પર ચર્ચા દરમિયાન કહ્યું હતું કે, જ્મ્મુ કાશ્મીરની સ્થિતિને આપણે સમજવી જાેઇએ.
તેમણે વધુમાં કહ્યું, કલમ ૩૭૦ પર ૧૭ મહિનાથી હિસાબ માંગવામાં આવી રહ્યો છે તો હું તેમને પૂછવા માગુ છું કે ૭૦ વર્ષ સુધી તમે શું કર્યું ? તેમણે કહ્યું કે, પેઢીઓ સુધી જમ્મુ કાશ્મીરમાં શાસન કરનાર જવાબ આપો. શાહે વધુમાં કહ્યું કે, અહીં એવું કહેવામાં આવ્યું હતું કે કલમ ૩૭૦ ને દૂર કરતી વખતે કરવામાં આવેલા વચનોનું શું થયું? હું તેનો જવાબ ચોક્કસ આપીશ. પરંતુ કલમ ૩૭૦ ને દૂર કર્યાને માત્ર ૧૭ મહિના થયા છે, શું તમે ૭૦ વર્ષોથી જે કર્યું તેનો હિસાબ લઈને આવ્યા છો?
આ બિલમાં એવું ક્યાંય નથી લખ્યું કે આમા જમ્મુ-કાશ્મીરને સ્ટેટહુડ નહીં મળે, હું ફરીથી કહું છું કે, આ બિલનો જમ્મુ-કાશ્મીર સાથે કોઇ જ સંબંધ નથી. યોગ્ય સમયે પ્રદેશને સ્ટેહુડનો દરજ્જાે મળી જશે. અમિત શાહે કહ્યું, ઓવૈસી જી કલમ ૩૭૦ ના મામલાને હિન્દુ મુસ્લિમ બનાવી રહ્યા છે. વિરોધ માટે બધું હિન્દુ-મુસ્લિમ? શું આપણે દેશના સરકારી અધિકારીઓને હિન્દુ મુસ્લિમોમાં પણ વહેંચીશું? તેનો વિકાસ કેવી રીતે થશે? અધિર રંજન ચૌધરી અમારી સાથે ૨ જી અને ૪ જી વિશે વાત કરી રહ્યા છે. કોંગ્રેસે વર્ષોથી મોબાઇલ સેવાઓ બંધ રાખી. અમારા ઉપર દબાણની વાત છે.