અમારી પાસે દેશ ચલાવવાના પૈસા જ નથીઃ ઈમરાન ખાને સ્વીકાર્યું
ઇસ્લામાબાદ, ભારતના દુશ્મન દેશ પાકિસ્તાનની હાલત દિવસેને દિવસે બદથી બદતર થઈ રહી છે. એક કાર્યક્રમમાં હવે ત્યાંનાં પ્રધાનમંત્ર ઈમરાન ખાને જ સ્વીકાર્યું છે કે પાકિસ્તાન હવે કંગાળ થઈ ગયું છે. ઈમરાન ખાને કહ્યું કે સરકાર પાસે દેશ ચલાવવા માટે પૈસા જ નથી અને એટલે બીજા દેશો પાસેથી લોન લેવી પડી રહી છે. ઈમરાન ખાને કહ્યું કે સરકાર પાસે લોકો પાછળ ખર્ચ કરવા માટેપર્યાપ્ત સંશાધન જ નથી.
એક રિપોર્ટ અનુસાર ઈમરાન ખાને ઈસ્લામાબાદમાં કહ્યું છે કે આપણી સામે સૌથી મોટી સમસ્યા છે કે અમારી પાસે દેશ ચલાવવા માટે પૈસા જ નથી અને દેવું લેવું પડી રહ્યું છે. ઈમરાન ખાને પાછલી સરકાર પર ઠીકરું ફોડતા કહ્યું કે પાછલી બે સરકારોએ સ્થાનીય સંશાધન ઊભા જ ન કર્યા એટલે અત્યારે લોન લેવી પડી રહી છે. આ સરકારોએ પણ ઘણી બધી લોન પહેલાથી જ લઈ રાખી હતી.
ઈમરાન ખાને પોતાના જ મંત્રીઓ અને નેતાઓને ટોણો મારતા કહ્યું યુકેનાં પ્રધાનમંત્રી જ્યારે અમેરિકા જાય છે ત્યારે પૈસા બચાવવા માટે દૂતાવાસમાં રોકાઈ જાય છે, યુકેના વિદેશમંત્રી બીજા દેશમાં જાય ત્યારે ઈકોનોમી ક્લાસમાં સફર કરે છે, તેમને ખબર છે કે આપણે જનતાના પૈસા વાપરી રહ્યા છે. જાેકે પાકિસ્તાનમાં આવું નથી.
ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનમાં ગીરીબી પણ ચરમસીમાએ પહોચી ગઈ છે. અહીયા લોકોને જલ્દી રોજગાર પણ નથી મળ્યા. કોરોના મહામારી બાદ દેશની હાલત પહેલા કરતા વધારે બત્તર થઈ ગઈ છે. ત્યારે આવા સમયે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન દ્વારા પણ સ્વીકારી લેવામાં આવ્યું છે કે દેશ કંગાળ થઈ ગયો છે.HS