Western Times News

Gujarati News

અમારી ફિલ્મો સાઉથમાં કેમ નથી ચાલતી?: સલમાન ખાન

મુંબઇ, બોલિવૂડના દબંગ ખાન એટલે કે સલમાન ખાન પોતાના મિત્ર અને સાઉથ સ્ટાર ચિરંજીવીની ફિલ્મ ગૉડફાધરમાં સ્પેશિયલ અપિરિયન્સ આપશે. તેમણે આ ફિલ્મ માટે એક પણ રુપિયો નથી લીધો. બાહુબલી, કેજીએફ, આરઆરઆર જેવી ફિલ્મોના પ્રદર્શન જાેઈને સલમાન ખાન ઘણો ખુશ છે, પરંતુ સાથે જ તેણે એક પ્રશ્ન પણ કર્યો છે.

સલમાન ખાને જણાવ્યું કે તે ચિરંજીવીની અપકમિંગ ફિલ્મ ગૉડફાધરમાં સ્પેશિયલ અપિયરન્સ આપશે. તેણે કહ્યું કે, તેમની સાથે કામ કરવાનો અનુભવ શાનદાર રહ્યો. હું ચિરુ ગારુને લાંબા સમયથી ઓળખુ છું. તે મારા મિત્ર પણ છે. તેમનો દીકરો રામ ચરણ પણ મારો મિત્ર છે. તેણે આરઆરઆરમાં શાનદાર કામ કર્યું છે.

મેં તેને જન્મદિવસ પર ફોન કરીને અભિનંદન પાઠવ્યા હતા અને સફળતા માટે પણ શુભેચ્છાઓ પાઠવી હતી. મને તેના પર ગર્વ છે. તે આટલું સારું કામ કરી રહ્યો છે તે જાેઈને સારું લાગે છે પણ મને પ્રશ્ન થાય છે કે અમારી ફિલ્મો સાઉથમાં આટલું સારું પર્ફોર્મ કેમ નથી કરી શકતી, જ્યારે તેમની ફિલ્મો અહીં સારું પ્રદર્શન કરી રહી છે.

સલમાન ખાને આ બધું IIFA AWARDS ૨૦૨૨ની પ્રેસ કોન્ફરન્સમાં કહ્યુ હતું. અવોર્ડ ફંક્શન ૨૦ અને ૨૧મી મેના રોજ અબૂ ધાબીના Yas Islandમાં થશે. આ ઈવેન્ટમાં સલમાન ખાને કહ્યું કે, સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રી હંમેશા હિરોઈઝમ પર વિશ્વાસ રાખે છે. જ્યારે તમે થિયેટરમાંથી બહાર આવો છો તમને હિરોઈઝમની જરૂર હોય છે. અહીં આપણે ૧-૨ લોકો સિવાય વીરતા પર ફિલ્મો નથી બનાવી રહ્યા.

આપણે લાર્જર ધેન લાઈફ વાળી હિરોઈઝમની ફિલ્મો ફરીથી શરુ કરવી જાેઈએ. જાે કે મને લાગે છે કે આજકાલ લોકો કૂલ થઈ ગયા છે અને વિચારે છે કે હું ઘસાઈ ગયો છું. સલમાન ખાને આગળ જણાવ્યું કે, હિરોઈઝમ વાળું ફોર્મેટ આપણી પાસે સલીમ-જાવેદાના સમયથી હતું.

પરંતુ સાઉથના ફિલ્મમેકર્સ તેને અલગ જ લેવલ પર બનાવી રહ્યા છે. ત્યાં ફેન ફોલોવિંગ પણ ઘણી વધારે છે અને હવે હું પણ ચિરૂ ગારૂ સાથે કામ કરી રહ્યો છું. તેમની પાસે અલગ પ્રકારની ફિલ્મો છે, જે ઘણી સારી છે. માટે જ અમે કભી ઈદ કભી દિવાલી બનાવી રહ્યા છીએ.

સાઉથમાં લેખકો ઘણી મહેનત કરી રહ્યા છે. તે સુંદર કન્સેપ્ટ પર ફિલ્મો બનાવે છે. સલમાને સ્વીકાર્યું કે તેને સાઉથની ફિલ્મો પસંદ છે, પરંતુ તેને ત્યાંથી કોઈ ઓફર નથી મળી. સલમાને કહ્યું કે, જ્યારે તે મારી પાસે આવે છે તો તમિલ અને તેલુગુ માટે નહીં પણ હિન્દી ફિલ્મો માટે આવે છે.

વર્ક ફ્રંટની વાત કરીએ તો સલમાન ખાન હવે યશરાજ ફિલ્મ્સની ટાઈગર ૩માં જાેવા મળશે. તેમણે જણાવ્યું કે ફિલ્મનું શૂટિંગ લગભગ સમાપ્ત થઈ ગયું છે. શાહરુખની ફિલ્મ પઠાણ વિશે વાત કરતાં સલમાન ખાને જણાવ્યું કે, હા હું શાહરુખની ફિલ્મ પઠાણમાં સ્પેશિયલ અપિરિયન્સ કરી રહ્યો છું અને તે મારી ફિલ્મમાં સ્પેશિયલ અપિરિયન્સ કરવાના છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.