અમારી સરકાર પોતાનો કાર્યકાળ પુરો કરશે: ઉદ્વવ
મુંબઇ, મહારાષ્ટ્રમાં ઉદ્વવ ઠાકરેના નેતૃત્વમાં શિવસેના એનસીપી અને કોંગ્રેસ ગઠબંધનની મહાવિકાસ અઘાડી સરકારને એક વર્ષ પુરૂ થઇ ગયું છે. ગત વિધાનસભાની ચુંટણી બાદ મહારાષ્ટ્રની રાજનીતિમાં એક મોટી ઉથલપાથલ જોવા મળી હતી.ભાજપની સાથે ચુંટણી લડનારી શિવસેનાએ મુખ્યમંત્રી પદની માંગ કરી હતી જે પુરી ન થતાં તેમણે એનડીએથી પોતાનો માર્ગ અલગ કરી દીધો હતો. કોંગ્રેસ એનસીપી સાથે મળીને સરકાર બનાવી હતી.હવે મહાવિકાસ અઘાડી સરકારને એક વર્ષ પુરૂ થવા પર શિવસેનાના મેગેઝીન સામનાના એડિયર સંજય રાઉતે મુખ્યમંત્રી ઉદ્વવ ઠાકરેની મુલાકાત લીધી હતી.
આ મુલાકાતમાં ઠાકરેએ કોરોના તેને પહોંચી વળવાના પ્રયાસો સરકારના એક વર્ષના કાર્યકાળ અને વિરોધ પક્ષો સાથે જાેડાયેલા પ્રશ્નોના જવાબ આપ્યા હતાં. મુખ્યમંત્રી બન્યા બાદ કોઇ પણ મીડિયા સંસ્થાનને આપવામાં આવેલ આ પહેલી મુલાકાત હતી.
ઠાકરેએ કહ્યું કે સરકાર પોતાના ભારથી જ પડી જશે આવું કહેનારાના દાંત પડી જશે અમારી સરકાર નહીં પડે ગઠબંધનમાં બધુ જ સારૂ ચાલી રહ્યું છે કોઇ ભારણ નથી સરકાર પોતાનો કાર્યકાળ પુરો કરશે.
ઠાકરેએ કહ્યું કે અમારા પરિવાર પાછળ જે લોકો છે હું તે લોકોને એટલું જ કહીશ કે તેમના પણ પરિવાર છે તેમની ખિચડી કેવી રીતે પાકે છે અમે જાણીએ છીએ.અત્યારે હાથ ધોઇ રહ્યો છું વધારે પાછળ પડશો તે હું હાથ ધોઇને પાછળ પડીશ જયારે પણ મને પડકારો મળે છે.મારામાં અદભૂત શક્તિ આવી જાય છે કોઇ કેટલું પણ આડુ આવશે મહારાષ્ટ્ર સરકાર તેને આડા કરીને આગળ વધી જશે. તેમણે કહ્યું કે કોરોના કાળમાં રાજય સરકારે વ્યવસ્થિત વ્યવસ્થા કરી છે જેને કારણે કોરોના પર નિયંત્રણ લગાવી શકાયુ છે.તેમણે નાગરિકોને અપીલ કરી હતી કે તેઓ પણ કાળજી રાખે.HS