અમાસની ભરતી ઉતરતા જ નર્મદામાં મારેલા ખૂંટા માછીમારોએ ઉખેડી ફેંક્યા

મામલતદાર,વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર ને સાથે રાખી માછીમારો એ સોમવતી અમાસ ની ભરતી ઉતરતા જ ગેરકાયદેસર મારેલા ખૂંટા ઉખેડી ફેંક્યા: ગેરકાયદેસર ખૂંટાઓ ને કારણે મારમારી અને હત્યા સુધી ની ઘટનાઓ બનતી હતી : માછીમાર પ્રમુખ : માછીમારી ના વ્યવસાય સાથે ન સંકળાયેલા લોકો ખૂંટા મારી વેપાર કરતા હતા : માછીમારી
(વિરલ રાણા દ્વારા) ભરૂચ: ભરૂચ જીલ્લા માંથી પસાર થતી નર્મદા નદી માં કેટલાક ઈસમો માછીમારના વ્યવસાય સાથે સંકળાયેલ ન હોવા છતાં ગેરકાયદેસર રીતે નર્મદા નદી માં હદ બાબતે ખૂંટા મારી માછીમારી કરી રહ્યા હતા.જેના પગલે માછીમારોની રોજગારી છીનવાઈ રહી હોવાના આક્ષેપ સાથે માછીમાર સમાજ દ્વારા નર્મદા નદી માં રહેલા ગેરકાયદેસર ખૂંટા દૂર કરવાની માંગણી સાથે કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.જે બાદ અમાસ ની ભરતી ના પાણી ઉતરતા ની સાથે જ માછીમારોએ તંત્રને સાથે રાખી નર્મદા નદી માંથી હજારો ખૂંટાઓ ઉખાડી ફેંકતા માછીમાર સમાજ માં રોજગારીની આશાઓ પુનઃ જીવંત થવા પામી છે.
ભરૂચ જીલ્લા ની ભાગોળ માંથી વહેતી નર્મદા નદી માછીમારો માટે રોજગારીની ટકો ઉભી કરતી હતી.પરંતુ છેલ્લા છ વર્ષ થી નર્મદા નદી સુક્કી ભટ્ટ બની જતા માછીમારો ની રોજગારી છીનવાઈ જતા હજારો માછીમારો બેરોજગાર બન્યા હતા અને માછીમારો એ રોજગારી મેળવવા માટે રસ્તા ઉપર ઉતરી આવવાની ફરજ પડી હતી.
પરંતુ માછીમારો ની વ્હારે તંત્ર કે સરકાર આવ્યું ન હતું.પરંતુ નર્મદા નદી કુદરતી પ્રકોપ થી પુનઃ તેના અસલ સ્વરૂપ માં વહેતી થઈ અને ગત વર્ષે ડેમ માં સતત પાણી ની આવક થતા લાખો ક્યુસેક પાણી નર્મદા નદી માં છોડવામાં આવતા નર્મદા નદી બે કાંઠે વહેતી થઈ હતી અને ત્યારે થી માછીમારો ની રોજગારી પુનઃ જીવંત થઈ અને માછીમારો એ નર્મદા માં નવા નીર આવતા તેઓ એ નીર ને વધાવી માતાજી ના પ્રકોપ ને કોઈ રોકી નહિ શકે.
ત્યાર બાદ સતત એક વર્ષ નર્મદા નદી તેના અસલ સ્વરૂપ માં વહેતી રહી અને હાલ માં પુનઃ માછીમારી ની સીઝન શરૂ થતા માછીમારી ના વ્યવસાય સાથે ન સંકળાયેલા ઈસમો રોજગારી મેળવવા માટે ઝનોર થી ભાડભૂત સુધી અને હાંસોટ થી આલીયાબેટ સુધી નર્મદા નદી માં ગેરકાયદેસર ખૂંટા મારી માછીમારી કરી વ્યવસાય કરતા માછીમારોની રોજગારી છીનવાનો પ્રયાસ કરનાર તત્વો સામે માછીમાર સમાજ દ્વારા જીલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી નર્મદા નદી માં રહેલા ખૂંટા દૂર કરવાની માંગ કરતા જ સોમવતી અમાસની ભરતીના પાણી દૂર થતા જ માછીમારોએ પણ મામલતદાર,પોલીસ તંત્ર અને લગતાવળગતા અધિકારીઓની ટીમને સાથે રાખી નર્મદા નદી માં ગેરકાયદેસર મરેલા હજારો ખૂંટાઓને ઉખાડવાની કવાયત કરી હતી.જેથી પુનઃ પોતાની રોજગારી મરી રહેશે તેવી માછીમારો માં આશા ના કિરણો ખીલી ઉઠ્યા હતા.
ત્યારે હવે ભરૂચ જીલ્લા વહીવટી તંત્ર પણ નર્મદા નદી માં ગેરકાયદેસર ખૂંટા મારનારા તત્વો સામે ફોજદારી રાહે કાર્યવાહી કરવામાં આવશે તેવું જાહેરનામું પ્રસિદ્ધ કરે તેવી માછીમારીઓ માંગ ઉઠાવી રહ્યા છે.