અમિતાભના અવાજવાળી કોરોના કોલરટ્યૂન હટાવવા દિલ્હી HCમાં અરજી
નવી દિલ્હી, કોરોના વાઈરસનો ભય હજુ શમ્યો નથી. સરકારે વાઈરસથી બચનાની રીતો વિશે લોકોમાં સતત અવેરનેસ લાવી રહી છે. માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સની સલાહ આપવામાં આવી રહી છે.
દેશમાં જ્યારથી લોકડાઉન શરૂ થયું હતું ત્યારથી ફોન પર કોરોના વાઈરસને લઈને લોકજાગૃતિ માટે કોલર ટ્યૂન સંભળાઈ રહી છે. વર્તમાનમાં બોલીવુડ અભિનેતા અમિતાભ બચ્ચનના અવાજમાં સંભળાઈ રહેલી કોરોના ટ્યૂનને હટાવવાની માંગને લઈને દિલ્હી હાઈકોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી છે.
શરૂઆતમાં આ ટ્યૂન મહામારીથી બચવા સાથે જ બિમારી સામે લડવાનો મેસેજ આપી રહી હતી. તે બાદ અનલોકની પ્રક્રિયા શરૂ થતાં મેસેજ બદલ્યો હતો.