Western Times News

Gujarati News

અમિતાભના બૉડીગાર્ડનો વાર્ષિક પગાર ૧ કરોડથી વધુ!

મુંબઈ, બોલિવૂડ સેલેબ્સ જ્યારે જાહેરસ્થળો પર જાય ત્યારે મોટી ભીડ ઉમટી પડતી હોય છે. ત્યારે કેટલાંક ક્રેઝી ફેન્સથી સેલેબ્સને બચાવવા માટે બૉડીગાર્ડની હાજરી ખૂબ જરૂરી હોય છે. બોલિવૂડ સેલેબ્સના બૉડીગાર્ડનો પગાર સાંભળીને તો તમે પણ કદાચ ચોંકી જશો. કારણકે હાલમાં જ અમિતાભ બચ્ચનના પર્સનલ બૉડીગાર્ડ જીતેન્દ્ર શિંદેના વાર્ષિક પગારનો આંકડો જાણવા મળ્યો છે.

બોલિવૂડના દિગ્ગજ એક્ટર અમિતાભ બચ્ચનના પર્સનલ બૉડીગાર્ડ જીતેન્દ્ર શિંદેનો વાર્ષિક પગાર રૂપિયા ૧.૫ કરોડ છે. જે અમિતાભ બચ્ચનને જાહેર સ્થળોએ ભીડ અને ક્રેઝી ફેન્સથી બચાવે છે અને તેમની સુરક્ષામાં હાજર રહે છે. જાે અમિતાભ બચ્ચનના વર્કફ્રન્ટની વાત કરીએ તો હવે તેઓ ફિલ્મ ‘ચહેરે’માં જાેવા મળશે. જેમાં ઈમરાન હાશ્મી, રિયા ચક્રવર્તી અને અન્નુ કપૂર પણ મહત્વની ભૂમિકામાં છે. આ સિવાય અમિતાભ બચ્ચન ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’માં જાેવા મળશે કે જેમાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટ મુખ્ય ભૂમિકામાં છે.

આ સિવાય અમિતાભ બચ્ચનની આગામી ફિલ્મોમાં નાગરાજ મંજુલેની ‘ઝૂંડ’, અજય દેવગનની ‘મે ડે’ અને ‘ગૂડબાય’ તેમજ હોલિવૂડ ફિલ્મ ‘ધ ઈન્ટર્ન’ની રિમેકનો સમાવેશ થાય છે. રિપોર્ટ મુજબ, બૉડીગાર્ડ શેરા છેલ્લા ૨૫ વર્ષથી સલમાન ખાનની સાથે છે. તે સલમાન ખાનને ‘માલિક’ કહીને સંબોધે છે. એવું કહેવાય છે કે બૉડીગાર્ડ શેરા દર વર્ષે ૨ કરોડ રૂપિયાનો પગાર લે છે. શાહરુખ ખાન જ્યાં પણ જાય ત્યાં બૉડીગાર્ડ રવિ સિંહ તેની સાથે જ હોય છે. એક રિપોર્ટ મુજબ, શાહરુખ ખાનનો બૉડીગાર્ડ દર વર્ષે રૂપિયા ૨.૭ કરોડ ચાર્જ કરે છે.

આ સિવાય એવું જાણવા મળ્યું છે કે આમિર ખાન તેના બૉડીગાર્ડ યુવરાજ ઘોરપડેને દર વર્ષે રૂપિયા ૨ કરોડનો પગાર આપે છે. અક્ષય કુમારનો પર્સનલ બૉડીગાર્ડ શ્રેયસે ઠેલે છે. અક્ષય કુમારનો દીકરો આરવ ક્યાંક બહાર જાય ત્યારે પણ બૉડીગાર્ડ શ્રેયસે તેની સાથે હોય છે. એક રિપોર્ટ મુજબ, બૉડીગાર્ડ શ્રેયસે ઠેલેનો વર્ષનો પગાર રૂપિયા ૧.૨ કરોડ છે. મળતી માહિતી મુજબ, અનુષ્કા શર્મા તેના બૉડીગાર્ડને પગારરૂપે દર મહિને રૂપિયા ૧૦ લાખ આપે છે. એટલે કે આ બૉડીગાર્ડની વાર્ષિક કમાણી ૧.૨ કરોડ રૂપિયા છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.