અમિતાભના બોડીગાર્ડ હેડ કોન્સ્ટેબલની બદલી કરાઈ
મુંબઈ, સુપર સ્ટાર અમિતાભ બચ્ચનના બોડીગાર્ડ તરીકે તૈનાત મુંબઈ પોલીસના હેડ કોન્સ્ટેબલ જિતેન્દ્ર શિંદેની બદલી કરી દેવામાં આવી છે. એવુ મનાય છે કે, શિંદેની વાર્ષિક આવક દોઢ કરોડ રૂપિયા હોવાનુ જાણવા મળ્યા બાદ પોલીસ અધિકારીઓ ચોંકી ઉઠ્યા હતા. શિંદને ૨૦૧૫માં બીગ બીના બોડીગાર્ડ તરીકે નિયુક્ત કરવામાં આવ્યો હતો. જાેકે પોલીસનુ કહેવુ છે કે, આ રેગ્યુલર બદલી છે. પોલીસની ગાઈડલાઈન પ્રમાણે કોઈ પણ પોલીસ કોન્સ્ટેબલ એક જગ્યાએ પાંચ વર્ષથી વધારે સમય માટે રહી શકે નહીં.
અમિતાભને મુંબઈ પોલીસે એક્સ કેટેગરીની સુરક્ષા આપેલી છે. ૨૦૧૫માં બોડીગાર્ડ તરીકે નિમાયેલો શિંદે અમિતાભની સુરક્ષા કવચનો હિસ્સો હતો. જાેકે એક મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, શિંદે દર મહિને દોઢ કરોડ રૂપિયા કમાય છે.
શિંદે ભરોસાપાત્ર બોડીગાર્ડ પૈકીના એક છે. તેમની પત્ની એક એજન્સી ચલાવે છે અને તે મોટી હસ્તીઓને સુરક્ષા પૂરી પાડે છે. મીડિયા રિપોર્ટમાં દાવો કરાયો છે કે ,અમિતાભ પોતે શિંદેને દોઢ કરોડ રૂપિયા વાર્ષિક સેલેરી આપે છે. અમિતાભ મોટા શો કે પબ્લિક મિટિંગમાં જતા હોય છે ત્યારે તેઓ જિતેન્દ્રને પોતાની સાથે રાખે છે.SSS