અમિતાભે કંગનાની ધાકડના વખાણ કર્યા , પછી પોસ્ટ ડિલીટ કરી

કંગના અને કરણ વચ્ચે ઝઘડો ચાલી રહ્યો છે.
પોસ્ટ ડિલીટ કરવા પાછળનું કારણ તો જાણવા મળ્યું નથી, પરંતુ મનાઈ રહ્યું છે, તેના માટે કરણ સાથે કંગનાનો ઝઘડો કારણભૂત છે.
મુંબઈ, કંગના રનૌતની ફિલ્મ ધાકડના ટ્રેલરના ચારે તરફ વખાણ થઈ રહ્યા છે. ટ્રેલરમાં કંગનાનો કિલર અંદાજ જાેઈ ફેન્સ સોશિયલ મીડિયા પર વખાણ કરી રહ્યા છે. કંગનાની આ ફિલ્મનો જાદૂ બોલિવુડ સ્ટાર્સ પર પણ જાેવા મળી રહ્યો છે, જાેકે, એવું લાગી રહ્યું છે કે તે વખાણ કરતા ડરી રહ્યા છે. તાજેતરમાં જ કંગનાને લઈે વિડીયો પોસ્ટ કરી ચૂકેલી કિયારા અડવાણીએ પોસ્ટ ડિલીટ કરી દીધી હતી અને હવે આ લિસ્ટમાં દિગ્ગજ એક્ટર અમિતાભ બચ્ચનનું પણ નામ જાેડાઈ ગયું છે.
કંગનાની આ ફિલ્મની પ્રશંસામાં કરાયેલી પોસ્ટ તેમણે ડિલીટ કરી દીધી. જાેકે, તેમણે એવું કેમ કર્યું તે જાણવા મળ્યું નથી. કહેવાઈ રહ્યું છે કે, તેનું કારણ એ છે કે અમિતાભ બચ્ચન ટૂંક સમયમાં જ કરણ જાેહરની આગામી ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’માં જાેવા મળવાના છે અને એ જ કારણે તેમણે આ પોસ્ટ ડિલીટ કરી, પરંતુ આ કારણની કોઈ પુષ્ટિ થઈ નથી. હકીકતમાં થયું એવું કે, અમિતાભ બચ્ચને ગુરુવારે કંગના રનૌતની ફિલ્મ ‘ધાકડ’ના સોંગનું ટીઝર ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યું.
થોડા સમય પછી જ તેમણે આ પોસ્ટ ડિલીટ પણ કરી દીધી. તેને પોસ્ટની સાથે ફિલ્મ માટે ટીમને ગુડ લક પણ કહ્યું હતું. અમિતાભ બચ્ચને ઈન્સ્ટાગ્રામ પર કંગનાની આ ફિલ્મ માટે પોસ્ટ શેર કરતા શુભકામનાઓ આપી હતી અને થમ્સ અપની ઈમોજી શેર કરી હતી. તેમણે કંગના રનૌત, અર્જુન રામપાલ, દિવ્યા દત્તા અને ટીમના અન્ય સભ્યોને પણ ટેગ કર્યા હતા. જાેકે, તરત જ તેમણે તે પોસ્ટ ડિલીટ કરી દીધી હતી. તેની પાછળ કરણ જાેહરની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’માં અમિતાભ બચ્ચનનું કામ કરવું હોવાનું મનાઈ રહ્યું છે. તાજેતરમાં જ એક આવો કિસ્સો ઘણો ચર્ચામાં રહ્યો હતો.
ગત દિવસોમાં કંગના સલમાન ખાનની બહેન અર્પિતા ખાનની ઈદની પાર્ટીમાં પહોંચી હતી. ત્યાં બોલિવુડ ઈન્ડસ્ટ્રીના ઘણા સ્ટાર્સ આવ્યા હતા. કંગનાની સાથે કિયારાએ વિડીયો શેર કર્યો હતો અને પછી ડિલીટ કરી દીધો. જાેકે, તેણે આ વિડીયો બાદમાં ફરીથી પોસ્ટ કર્યો હતો. ઈદની આ પાર્ટીના વિડીયોમાં પહેલા બંને એક્ટ્રેસે કેમેરાની સામે પોઝ આપ્યો અને ૨૦ તારીખે બંનેની મૂવી જાેવા જવાની વાતો કરી હતી. પરંતુ, કિયારાએ વિડીયો પોસ્ટ કર્યો, ડિલીટ કર્યો અને ફરી પાછો પોસ્ટ કર્યો એ બાબત કોઈને સમજાઈ નહીં. ઉલ્લેખનીય છે કે, કંગના જ્યારે પણ તક મળે કરણ જાેહરને નિશાના પર લેતી રહે છે. તેણે કરણ જાેહરને મૂવી માફિયા પણ કહ્યો હતો.SSS