અમિતાભે હાઉસ પાર્ટી યોજીને નવા વર્ષને વધાવ્યું
મુંબઈ: બોલિવુડ સેલેબ્સે વર્ષ ૨૦૨૧નું સ્વાગત ઉર્જા અને ભારે ઉત્સાહ સાથે કર્યું. કેટલાક સેલેબ્સ પોતાના પ્રિયજનો સાથે નવા વર્ષનું આગમન શહેર બહાર જઈને કર્યું, તો કેટલાક સેલેબ્સે પોતાના ઘરે જ ઉજવણી કરી.
જેમાંથી એક બચ્ચન પરિવાર પણ છે. અમિતાભ બચ્ચનનો પરિવાર દર વર્ષે ન્યૂ યર ઘરે જ ઉજવે છે અને આ વખતે પણ તેમ જ કર્યું. બિગ બીએ હાઉસ પાર્ટી યોજી હતી. જેની તસવીરો તેમણે સોશિયલ મીડિયા પર શેર કરી છે. જેમાં તેમના સિવાય, આરાધ્યા, ઐશ્વર્યા, અભિષેક અને જયા બચ્ચન જાેવા મળી રહ્યા છે. તસવીરોમાં બચ્ચન પરિવારની દરેક વ્યક્તિ કૂલ લૂકમાં જાેવા મળી રહી છે.
અમિતાભ બચ્ચને જે તસવીર શેર કરી છે. તેમાં તેઓ લાઈટિંગવાળા ગોગલ્સ અને હેપી ન્યૂ યર લખેલી કેપમાં જાેવા મળી રહ્યા છે. જેની સાથે તેમણે લખ્યું છે કે, ‘શાંતિ, પ્રેમ અને સુમેળ ૨૦૨૧. ઐશ્વર્યા રાયે પણ ઈન્સ્ટાગ્રામ પર હાઉસ પાર્ટીની તસવીરો ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કરી છે. જેમાં તેઓ ચીયર કરીને ૨૦૨૧ને વધાવતા જાેવા મળી રહ્યા છે.
તસવીરમાં જાેઈ શકાય છે કે, બિગ બી, ઐશ્વર્યા અને જયા બચ્ચને શાઈનિંગ કરતી કેપ પહેરી છે, જેની ઉપર હેપી ન્યૂ યર લખેલું છે. જ્યારે તેમની નાનકડી ઢીંગલી આરાધ્યાએ હેપી ન્યૂ યર લખેલી હેર બેન્ડ લગાવી છે. આ સાથે તેણે લખ્યું છે કે, ‘પ્રેમ, શાંતિ અને ખુશી.
ભગવાનના આશીર્વાદ. હેપી ૨૦૨૧. અભિતાભ બચ્ચને હાલમાં પૌત્રી આરાધ્યા સાથે મ્યૂઝિક સ્ટુડિયોમાં રેકોર્ડિંગ કર્યું હતું. જેની તસવીરો તેમણે ટિ્વટર પર શેર કરી હતી. બિગ બીએ શેર કરેલી તસવીર જાેતાં લાગી રહ્યું છે કે, આરાધ્યા કોઈ સોન્ગ રેકોર્ડ કરી રહી છે. તેનો ઉત્સાહ વધારવા અને માર્ગદર્શન આપવા માટે મમ્મી-પપ્પા અને દાદા સ્ટુડિયોમાં આવ્યા છે.
દીકરીના ગીતનું રેકોર્ડિંગ જાેઈને ઐશ્વર્યા પણ ખુશ થતી તસવીરમાં દેખાઈ રહી છે. ટિ્વટર પર તસવીર શેર કરતાં અમિતાભે લખ્યું હતું કે, ‘આવતી કાલની સવારથી સેલિબ્રેશન શરૂ થશે. પરંતુ શેના માટે? આ પણ કાયમની જેમ એક નવો દિવસ અને એક નવું વર્ષ હશે. મોટી વાત શું છે! એના કરતાં પરિવાર સાથે સંગીતનું નિર્માણ કરવું યોગ્ય છે.