અમિતાભ અને જયા મુંબઈમાં કલ્યાણ જ્વેલર્સની એડ શૂટમાં દક્ષિણ ભારતનાં સુપરસ્ટારો સાથે જોવા મળ્યાં
મુંબઈ, કલ્યાણ જ્વેલર્સનાં બ્રાન્ડ એમ્બેસેડર અમિતાભ બચ્ચન તાજેતરમાં મુંબઈમાં એક જ્વેલરીની એડના શૂટિંગમાં તેલુગુ સુપરસ્ટાર નાગાર્જુન, કન્નડ સ્ટાર શિવરાજ કુમાર, તમિલ સ્ટાર પ્રભુ ગણેશન, મલયાલમ અભિનેત્રી મંજુ વોરિયર અને બોલીવૂડની સ્ટાર કેટરિના કૈફ સાથે જોવા મળ્યાં હતા. આ સેલિબ્રિટીઓ વર્ષોથી કલ્યાણ જ્વેલર્સ સાથે જોડાયેલા છે. પોતપોતાના સંબંધિત ઉદ્યોગોમાં આ આઇકોનિક કલાકારો ભારતીય સિનેમાનો ચહેરો છે અને ફિલ્મ ઉદ્યોગમાં તેમનું પ્રદાન નોંધપાત્ર છે.
પીઢ અભિનેતા અમિતાભ બચ્ચન અને અભિનેત્રી જયા બચ્ચન હવે એક જાહેરાતમાં કેટરિના કૈફના માતાપિતા તરીકે જોવા મળશે, જેમાં તેઓ કેટરિનાને લગ્નમંડપ તરફ દોરી જાય છે. અમિતાભ અને જયા બચ્ચનની ઓનસ્ક્રીન કેમિસ્ટ્રી લોકોમાં સારી લાગણી ઊભી કરે છે અને પરિવારનાં સભ્યો વચ્ચેનાં મજબૂત સંબંધોને પ્રસ્તુત કરે છે. અગાઉ આ જોડી વર્ષ 2014માં શૂટિંગ માટે એકસાથે જોવા મળી હતી. એડનું શૂટિંગ પૂર્ણ થયા પછી બિગ બીએ એમના સોશિયલ મીડિયા પેજીસ પર શૂટિંગની કેટલીક ક્ષણો શેર કરી હતી.