અમિતાભ-ઇમરાન હાસ્મી એક સાથે ચમકશે
![](https://westerntimesnews.in/wp-content/uploads/2019/09/amitabh.jpeg)
મુંબઇ, બોલિવુડના સુપરસ્ટાર અમિતાભ બચ્ચન અને ઇમરાન હાસ્મી હવે એક સાથે ચહેરે નામની નવી ફિલ્મમાં નજરે પડનાર છે. આને લઇને તમામ તૈયારી કરી લેવામા આવી છે. અમિતાભ અને ઇમરાન હાશ્મી પ્રથમ વખત એક સાથે કામ કરવા જઇ રહ્યા છે. સાત વર્ષના બ્રેક બાદ કુલી નંબર વન, હિરો નંબર વન અને ચલતે ચલતે જેવી ફિલ્મના લેખક રૂમી જાફરી ખેલ ફિલ્મ સાથે નિર્દેશનના ક્ષેત્રમાં એન્ટ્રી કરી રહ્યા છે.
ફિલ્મમાં અમિતાભ અને ઇમરાન હાસ્મીની પસંદગી કરી લેવામાં આવી છે. ફિલ્મમાં અનુ કપુર અને સૌરભ શુકલા પણ ખાસ રોલમાં નજરે પડનાર છે. ફિલ્મ ૨૧મી ફેબ્રુઆરી ૨૦૨૦ના દિવસે રજૂ કરવામાં આવનાર છે. પોત પોતાના રોલને લઇને બંને ખુશ છે. રૂમીએ છેલ્લે વર્ષ ૨૦૧૨માં ગલી ગલી ચોર હે નામની ફિલ્મનુ નિર્દેશન કર્યુ હતુ. જેમાં અક્ષય ખન્ના અને મુગ્ધા ગોડસેની ભૂમિકા હતી.
આ ઉપરાંત વર્ષ ૨૦૦૯માં લાઇફ પાર્ટનર અને વર્ષ ૨૦૦૮માં ગોડ્સ તુસ્સી ગ્રેટ હો નામની ફિલ્મ પણ બનાવી ચુક્યા છે. તમામ લોકો જાણે છે કે રૂમીની ડેબ્યુ તરીકેના પ્રથમ ફિલ્મમાં અમિતાભ બચ્ચને ભગવાન તરીકેની ભૂમિકા અદા કરી હતી. ફિલ્મ સાથે જાડાયેલા લોકોનુ કહેવુ છે કે રૂમી હાલમાં નોર્થમાં શુટિંગને લઇને રેકી કરી રહ્યા છે. જાણકાર લોકોના કહેવા મુજબ આ ફિલ્મનુ શુટિંગ ૧૩ માર્ચ સુધી કરવામાં આવી શકે છે. ફિલ્મ જારદાર ડ્રામા ફિલ્મ તરીકે રહેનાર છે. તેમાં જારદાર કોર્ટરૂમ સિકવન્સ જાવા મળી શકે છે. ફિલ્મનુ નામ હાલના આયોજન મુજબ ખેલ રાખવામાં આવ્યુ છે. ફિલ્મમાં અનેક પ્રકારના Âટ્વસ્ટ હોવાના કારણે ફિલ્મનુ નામ ખેલ રાખવામાં આવ્યુ છે. અહેવાલ મુજબ અમિતાભ બચ્ચન ફિલ્મમાં જજ તરીકેની ભૂમિકા અદા કરનાર છે. તે ઇમરાન હાસ્મી સાથે પ્રથમ વખત કામ કરી રહ્યા છે.