અમિતાભ બચ્ચનની જૂહુની મિલ્કત સ્ટેટ બેંક ભાડે લેશે
મુંબઈ, અમિતાભ બચ્ચનની મુંબઈના પોશ જૂહુ વિસ્તારમાં આવેલી પ્રોપર્ટીને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા ભાડે લેશે. ૩૧૫૦ ચોરસ ફુટની આ પ્રોપર્ટી બચ્ચનના બંગલો જલસાની નજીકમાં જ આવેલી છે. જૂહુમાં જ બચ્ચન પરિવાર પ્રતિક્ષા, જનક, અમ્મુ અને વત્સ એમ કુલ પાંચ બંગલાની માલિકી ધરાવે છે.
બચ્ચનની પ્રોપર્ટીનો ગ્રાઉન્ડ ફ્લોર બેંક દ્વારા ભાડા પર લેવામાં આવ્યો છે. જેના માટે સિનિયર અને જુનિયર બચ્ચન સાથે કરાર કરાયા છે. પ્રાપ્ત વિગતો અનુસાર, આ પ્રોપર્ટી ૧૫ વર્ષ માટે ભાડે લેવામાં આવી છે. જેનું બેંક દ્વારા દર મહિને ૧૮.૯ લાખ રુપિયા ભાડું ચૂકવવામાં આવશે. દર પાંચ વર્ષે ભાડામાં ૨૫ ટકાનો વધારો કરવામાં આવશે.
અભિષેક બચ્ચન તેમજ એસબીઆઈએ આ અંગે પૂછવામાં આવેલા સવાલનો જવાબ આપવાનું ટાળ્યું હતું. સૂત્રોનું માનીએ તો, બેંકે ૨.૨૬ કરોડ રુપિયા સિક્યોરિટી ડિપોઝિટ પણ ચૂકવી દીધી છે. આ ભાડાં કરાર ૨૮ સપ્ટેમ્બર ૨૦૨૧ના રોજ કરવામાં આવ્યો હતો. જે પ્રોપર્ટી ભાડે લેવાઈ છે, ત્યાં એસબીઆઈ પોતાની બ્રાંચ ખોલવાની છે. અગાઉ આ જગ્યાએ સિટી બેંકની બ્રાંચ આવેલી હતી. જાેકે, હાલમાં જ તેને ખાલી કરી દેવાઈ હતી.
ઉલ્લેખનીય છે કે, બોલીવુડ સ્ટાર્સ મુંબઈમાં રિયલ એસ્ટેટમાં તગડું રોકાણ ધરાવે છે. તાજેતરમાં જ અમિતાભ બચ્ચને અંધેરીમાં ડુપ્લેક્સ ખરીદ્યો હતો, જેના માટે તેણે ૩૧ કરોડ રુપિયા ચૂકવ્યા હતા. આ ઉપરાંત, અભિષેક બચ્ચને પણ વર્લીમાં એક ફ્લેટ ખરીદ્યો હતો જેનો સોદો ૪૫.૭૫ કરોડ રુપિયામાં પાર પડ્યો હતો. આ સિવાય હ્રિતિક રોશને પણ હાલમાં જ જુહુ વર્સોવા લિંક રોડ પર ૯૭.૫૦ કરોડ રુપિયાના બે અપાર્ટમેન્ટ ખરીદ્યા હતા.
કરણ જાેહરની માલિકીના ધર્મા પ્રોડક્શનના સીઈઓ અપૂર્વ મહેતાએ પણ તાજેતરમાં જ ખાર વિસ્તારમાં ૨૪.૬૦ કરોડ રુપિયાનો અપાર્ટમેન્ટ ખરીદ્યો હતો. વળી, આલિયા ભટ્ટે પણ હાલમાં જ બાંદ્રા વિસ્તારમાં ૩૨ કરોડ રુપિયાનો એક ફ્લેટ ખરીદ્યો છે, તો સની લિયોનીએ અંધેરીમાં ૧૬ કરોડના ખર્ચે અપાર્ટમેન્ટ ખરીદ્યો હતો.SSS