અમિતાભ બચ્ચનની દોહિત્રી નવ્યા જાપાનના રંગમાં રંગાઈ

મુંબઈ, અમિતાભ બચ્ચનની દોહિત્રી નવ્યા નવેલી નંદા ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ના હોવા છતાં હંમેશા ચર્ચામાં રહે છે. નવ્યા નવેલી નંદા આજકાલ એક્ટર સિદ્ધાંત ચતુર્વેદી સાથેની કથિત રિલેશનશીપના લીધે ચર્ચામાં છે. જાેકે, આ અટકળો અને ચર્ચાઓથી દૂર નવ્યા જાપાનમાં સમય વિતાવી રહી છે.
નવ્યા જાપાન પોતાના પિતા અને બિઝનેસમેન નિખિલ નંદા સાથે પહોંચી છે. બિઝનેસ ટ્રીપની સાથે ફૂરસતનો સમય માણી રહેલી નવ્યાએ જાપાનથી પોતાની કેટલીક સુંદર તસવીરો શેર કરી હતી. જે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે.
View this post on Instagram
નવ્યાએ રવિવાર જાપાનના શહેર ક્યોટોમાં વિતાવ્યો હતો. જેની કેટલીક તસવીરો અને વિડીયો શેર કરતાં નવ્યાએ લખ્યું, ‘ક્યોટોમાં એક રવિવાર.’ તસવીરોમાં જાેઈ શકો છો કે નવ્યાએ જાપાનીઝ હેટ પહેરી છે. ત્યાં ફરવાની સાથે નવ્યા લોકલ ફૂડનો પણ સ્વાદ માણી રહી છે.
જાપાનની સુંદરતા નવ્યાએ શેર કરેલી તસવીરોમાં જાેઈ શકાય છે. નવ્યાની આ તસવીરો પર ફેન્સ કોમેન્ટ કરી રહ્યા છે. તો વળી, કેટલાક ફેન્સે સિદ્ધાંત ચતુર્વેદી ક્યાં છે? તેવો પણ સવાલ કરી લીધો હતો. બે દિવસ પહેલા જ નવ્યાએ એક રીલ શેર કર્યું હતું જેમાં તે ઓસાકામાં ફરતી દેખાઈ રહી છે. નવ્યાએ આ શેર કરતાં લખ્યું, ઓસાકામાં ક્યાંક છુપાયેલી એક ગલી.
આ વિડીયોમાં નવ્યા એક સાંકડી ગલીમાં ફરતી દેખાઈ રહી છે. તેણે વ્હાઈટ ડંગરીની સાથે ઓવરસાઈઝ્ડ ગ્રે ટી-શર્ટ પહેરી છે. જણાવી દઈએ કે, નવ્યા નવેલી નંદાએ ન્યૂયોર્કની Fordham Universityમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે. તે પ્રોજેક્ટ નવેલીની ફાઉન્ડર અને આરા હેલ્થની કો-ફાઉન્ડર છે. આરા હેલ્થ ઓનલાઈન પ્લેટફોર્મ છે જે મહિલાઓને લગતાં સ્વાસ્થ્ય સહિતના વિષયો પર ચર્ચા કરે છે.
નવ્યા નવેલી નંદા પોતાના નાના-નાની અને મામા-મામીની જેમ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં નથી આવવા માગતી. તે હાલ પિતા નિખિલ નંદા સાથે બિઝનેસમાં ધ્યાન આપી રહી છે. નવ્યાનો ભાઈ અગસ્ત્ય ઝોયા અખ્તરની ફિલ્મ ‘ધ આર્ચીઝ’થી બોલિવુડ ડેબ્યૂ કરવાનો છે. નવ્યા અને અગસ્ત્ય શ્વેતા બચ્ચન અને બિઝનેસમેન નિખિલ નંદાના સંતાનો છે.SS1MS