અમિતાભ બચ્ચનને ભૂલથી વધુ મરાઈ ગયું પછી મેં ૭-૮ ફિલ્મો ગુમાવી
પુનીત ઈસ્સારને આમ તો બધા મહાભારતના દુર્યોધન તરીકે જાણે છે અને તેમની લોકપ્રિયતા એમાં જ છે કે લોકો દુર્યોધન શબ્દ સાંભળે એટલે તેમને પુનીત ઈસ્સાર જ દેખાય. જાે કે એક ઘટના એવી હતી જેને કારણે તેમની જિંદગી ધાર્યા કરતા ઘણી બદલાઈ ગઈ. તેમના કરિયર પર જાણે રોક લાગી ગઈ. આ ઘટના ઘટી હતી મનમોહન દેસાઈની કુલી ફિલ્મના સેટ પર. અમિતાભ બચ્ચન સાથેના ફાઈટ સીનમાં પુનીત ઈસ્સારે ભૂલથી મ્ને જરા જાેરથી મારી દીધું અને તેઓ ગંભીર રીતે ઘાયલ થઈ ગયા.
અમિતાભ બચ્ચનની સ્થિતિ ગંભીર બની અને આખો દેશ તેમના સાજા થવા માટે પ્રાર્થના કરવા માંડ્યો. હવે આ તો હતો એક અકસ્માત પણ લોકો આ ઘટના માટે પુનીત ઈસ્સારને જ જવાબદાર ઠેરવવા માંડ્યા તથા અમિતાભના ફેન્સ તેમની ધિક્કારવા માંડ્યા. જાે કે અમિતાભે ક્યારેય પણ આ દુર્ઘટના માટે પુનીત ઈસ્સારને જવાબદાર નહોતા ઠેરવ્યા અને બાદમાં કેટલાક મીડિયા ઈન્ટરવ્યુમાં તેમણે એ ચોખવટ પણ કરી હતી.
પુનીત ઈસ્સારે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે તેમને લગભગ સાત-આઠ ફિલ્મો મળવાની હતી જે હાથમાંથી ગઈ. જાે કે આ પછી તેમને મહાભારતમાં કામ કરાવાનો મોકો મળ્યો અને તેમની કારકિર્દીમાં સારા દિવસો પાછા ફર્યા. તેમને પહેલાં ભીમનો રોલ ઑફર થયો હતો પણ તેઓ દુર્યોધનનો રોલ કરવા માગતા હતા.