અમિતાભ બચ્ચનને સપોર્ટ કરવાની મને સજા મળી : ગોવિંદા
મુંબઈ: ગોવિંદા બોલીવુડનો જાણીતો અભિનેતા છે. લાંબા સમયથી તે પોતાના દર્શકોનું મનોરંજન કરતો આવ્યો છે. સમય બદલાયો છે તો ગોવિંદા પણ પોતાનો અંદાજ બદલીને ઓટીટી તરફ વળી રહ્યો છે. ગોવિંદા બોલીવુડમાં લાંબા સમયથી છે અને તેણે ઈન્ડસ્ટ્રીમાં અનેક ઉતાર ચડાવ જાેયા છે
જેના અંગેનો ખુલાસો હાલમાં જ તેણે એક ઈન્ટરવ્યુમાં કર્યો. ગોવિંદાએ આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે તે પણ ભાઈ-ભત્રીજાવાદ એટલે કે નેપોટિઝમનો ભોગ બની ચૂક્યો છે. વધુમાં કહ્યું કે મે અમિતાભ બચ્ચનને પણ સ્ટ્રગલ કરતા જાેયા છે. તેઓ સ્ટેજ પર આવતા હતા અને ઈન્ડસ્ટ્રીના લોકો તેમને જાેઈને જતા રહેતા હતા. મને નથી ખબર કે શું મને તેમની કરિયરને સપોર્ટ કરવાની સજા મળી રહી છે.
તેમણે તેમને તો તેમાંથી આઝાદ કરી દીધા પરંતુ મને ઝકડી લીધો. ગોવિંદાએ આ ઈન્ટરવ્યુમાં અંગત જીવન વિશે પણ ચોંકાવનારા ખુલાસા કર્યા. ગોવિંદાને પૂછવામાં આવ્યું કે ધ કપિલ શર્મા શોમાં કૃષ્ણા અભિષેક તમારી મજાક કેમ ઉડાવે છે? તેના પર અભિનેતાએ કહ્યું કે હું સાચે જ નથી જાણતો કે કોણ તેની પાસે આ બધુ કરાવી રહ્યું છે. તે એક સારો છોકરો છો. આવું કરીને તે મારી છબી ખરાબ કરી રહ્યો છે. તેની પાછળ જે પણ હોય, આપણે તેને આમ કરતા જાેઈ રહ્યા છીએ.