અમિતાભ બચ્ચને માસ્કનું હિન્દી નામ શોધી કાઢ્યું
વસ્ત્રડોરીયુક્તપટ, નાસિકામુખ સંરક્ષક, કીટાણુરોધક, વાયુછાનક નામ અપાતાં તેના ઉપર ચાહકો ખૂબજ હસ્યા
નવી દિલ્હી, વૈશ્વિક રોગચાળાના કોરોના વાયરસથી વિશ્વની જીવનશૈલી બદલાઈ ગઈ છે. પહેલાં ચહેરા પર માસ્ક સાથે થોડા લોકો જ જોવા મળતા હતા, તે પણ કેટલાક મોટા શહેરોમાં. પરંતુ કોરોનાને કારણે, લોકો હવે કોરોના વાયરસના ચેપથી પોતાને બચાવવા માટે દેશના દરેક શહેર અને ગામોમાં માસ્કનો ઉપયોગ કરી રહ્યા છે.
પરંતુ શું તમે ક્યારેય હિન્દી ભાષામાં માસ્કને શું કહેવાય છે તે વિશે વિચાર્યું છે, જો નહીં તો બોલિવૂડના બિગ બી અમિતાભ બચ્ચનને તેનું હિન્દી નામ આપ્યું છે. હિંદીમાં માસ્કનું નામ હા, અમિતાભ બચ્ચને સોશિયલ મીડિયા પર માસ્ક પહેરેલી એક તસવીર શેર કરી છે, જેમાં તેમણે લખ્યું છે કે મળ્યું, મળ્યું, મળી ગયું, ઘણી મહેનત પછી માસ્કનું હિન્દી નામ મળી આવ્યું છે. તેમણે માસ્કનો હિન્દી અનુવાદ લખ્યો છે નાસિકામુખ સંરક્ષક, કીટાણુરોધક, વાયુછાનક, વસ્ત્રડોરીયુક્તપટ, એવું લખ્યું છે. લોકો આ શબ્દ વાંચ્યા પછી ખૂબ જ હસી રહ્યા છે.
અમિતાભ બચ્ચન જે માસ્ક પહેરે છે તેના પર ફિલ્મ ગુલાબો-સીતાબોનું પોસ્ટર છે. આ ફિલ્મનું પોસ્ટર માસ્ક પર છે. મુદ્રિત પોસ્ટમાં જોઇ શકાય છે કે ગુલાબો-સીતાબો ફિલ્મનું એક દ્રશ્ય છે, જેમાં આયુષ્માન ખુરના અને અમિતાભ બચ્ચન છે, આ પહેલી ફિલ્મ છે કે જે ઓનલાઇન પ્લેટફોર્મ પર રજૂ કરવામાં આવી હતી.ફિલ્મ મુખ્યત્વે ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌ પર આધારિત છે. આ ફિલ્મ મકાનમાલિક અને ભાડૂત વચ્ચેના નાટ્યાત્મક સ્ટેન્ડ-ઓફ પર આધારિત છે.ફિલ્મમાં અમિતાભ બચ્ચન એક વૃદ્ધ મુસ્લિમની ભૂમિકા ભજવે છે, જ્યારે આયુષ્માન ખુરાના ભાડૂઆતનો રોલ કરે છે.