અમિતાભ બચ્ચન અને ઇમરાન સાથે કામ કરીને ક્રિસ્ટલ ખુશ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/10/Chehre-copy-1024x996.jpg)
અમિતાભ બચ્ચન, અન્નુ કપૂર અને ઇમરાન હાસમી જેવા કલાકારો સાથે કામ કરીને ક્રિસ્ટલ ખુબ જ ખુશ છે. ક્રિસ્ટલે કહ્યું હતું કે હું કોઇપણ માધ્યમમાં કામ કરું પણ તેમાં ધીરજ રાખીને ચાલુ છું. ધીમે ધીમે આગળ વધવામાં ફાયદો હોય છે. વર્ષ ૨૦૨૦ બધા માટે આકરુ બની રહ્યું હતું. આ વર્ષ મારા માટે આશીર્વાદ સમાન બની ગયું છે.
ટીવી પરદે અનેક શોમાં કામ કરી જાણીતી બનેલી ક્રિસ્ટલ ડિસોઝા હવે બોલીવૂડમાં પહોંચી ગઇ છે. તેની ફિલ્મ ચહેરે થોડા સમય પહેલા રિલીઝ થઇ ચુકી છે. જેમાં તેણે નતાશા ઓસવાલનો રોલ કર્યો છે.
એક હજારો મેં મેરી બહેના હૈ, બ્રહ્મરાક્ષસ સહિતની સિરીયલોથી જાણીતી ક્રિસ્ટલ અગાઉ પણ વેબ શો ફિતરતમાં જોવા મળી હતી. તે કહે છે મને ધીરજપુર્વક અને ગુણવત્તાસભર કામ કરવું વધુ પસંદ છે. બોલીવૂડમાં પહોંચવા માટે પણ પણ ખુબ ધીરજ રાખી હતી.
આ કારણે જ હિન્દી ફિલ્મોના મહાનાયક અમિતાભ બચ્ચન અને ઇમરાન હાસમી સાથે કામ કરવાની તક મળી છે. હું હાલમાં સિંગલ જ ખુશ છું. મારે કોઇને ડેટ કરવી નથી.