Western Times News

Gujarati News

અમિતાભ બચ્ચન ટેણિયાના પ્રશ્નો સાંભળીને ગભરાયા

મુંબઈ, કૌન બનેગા કરોડપતિની અત્યારે ૧૩મી સીઝન ચાલી રહી છે. અત્યાર સુધી તમે જાેતા આવ્યા હશો કે અમિતાભ બચ્ચન કન્ટેસ્ટન્ટને પ્રશ્નો પૂછતા હોય છે. પરંતુ આવનારા એપિસોડમાં શૉમાં મજાના ટિ્‌વસ્ટ જાેવા મળશે.

ઉલ્લેખનીય છે કે કૌન બનેગા કરોડપતિમાં આ અઠવાડિયુ સ્ટુડન્ટ સ્પેશિયલ હશે, જેમાં દરરોજ અલગ અલગ બાળકો કન્ટેસ્ટન્ટ બનીને કૌન બનેગા કરોડપતિ ૧૩ ગેમ રમશે. આપણે જાણીએ છીએ કે બાળકો કેટલા નટખટ હોય છે, તેઓ અમિતાભ બચ્ચનને પણ પરેશાન કરી મૂકશે. મેકર્સે અપકમિંગ એપિસોડના પ્રોમો રીલિઝ કર્યા છે.

એક પ્રોમોમાં જાેઈ શકાય છે કે હોટ સીટ પર એક બાળક બેઠું છે અને તે ગેમ રમી રહ્યો છે. પરંતુ ગેમની સાથે સાથે તે બાળક અમિતાભ બચ્ચનને એવા એવા પ્રશ્નો પૂછે છે કે બિગ બી ગભરાઈ જાય છે.

બાળકના પ્રશ્નો સાંભળીને દર્શકો પેટ પકડીને હસી પડે છે. તે મજાના પ્રશ્નો બિગ બીને પૂછે છે, જેમ કે- સર તમારી હાઈટ આટલી વધારે છે તો ઘરના પંખા તમે જ સાફ કરતા હશો? તમે આરાધ્યાના એન્યુઅલ ફંક્શનમાં જાઓ છો તો લોકો ફંક્શન જુએ છે કે તમને? જ્યારે તમે નાના હતા અને ભણતા નહોતા તો તમારા મમ્મી પણ તમને મારતા હતા? આટલા બધા સવાલ સાંભળીને બિગ બી કહે છે, ભાઈ આ તો મારી પોલ ખોલી દેશે.

ટુંકમાં, કૌન બનેગા કરોડપતિ ૧૩નો આ એપિસોડ ઘણો મજાનો હશે. આ એપિસોડને ૧૬મી નવેમ્બરના રોજ ટેલિકાસ્ટ કરવામાં આવશે. મેકર્સે અન્ય એક બાળ કન્ટેસ્ટન્ટનો પ્રોમો રીલિઝ કર્યો છે. આ છોકરાનું નામ માનસ છે અને તેનું સપનું છે કે સ્ટાર્ટ અપ કલ્ચરને પ્રોત્સાહન મળે. માનસ કહે છે કે લોકો પાસે આઈડિયા તો ઘણાં છે, પણ ઘણીવાર તેમને નાણાંકીય સપોર્ટ નથી મળી શકતો.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.