અમિતાભ બચ્ચન બ્રેક બાદ શૂટિંગ ઉપર પાછા ફર્યા
મુંબઈ, અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર ખાસ્સા એક્ટિવ રહે છે. પોતાની જિંદગીની ફેન્સ સાથે શેર કરવા જેવી લાગતી બાબતે તેઓ અવાનવાર સોશિયલ મીડિયાના માધ્યમથી જણાવતાં રહે છે. એક દિવસ અગાઉ જ અમિતાભ બચ્ચને શૂટિંગ બંધ હોવાની પોસ્ટ કરી હતી. સોમવારે ટૂંકા વિરામ બાદ અમિતાભ બચ્ચન ફરીથી સેટ પર પાછા ફર્યા છે. તેમણે કારમાંથી ઉતરતી પોતાની તસવીરો શેર કરતાં આ અંગેની માહિતી આપી હતી.
અમિતાભ બચ્ચને કારમાંથી ઉતરતી પોતાની બે તસવીરો શેર કરી હતી. જેમાં તેઓ વ્હાઈટ રંગની હૂડી, ટ્રાઉઝર અને માસ્કમાં જાેવા મળી રહ્યા છે. આ ફોટો શેર કરતાં મહાનાયકે લખ્યું, ઓકે કામ પર પાછો ફર્યો છું. માસ્ક, સેનિટાઈઝ, સોશિયલ ડિસ્ટન્સ, વેક્સીન અને બાકી બધું IZED. ફેન્સ કોમેન્ટ કરીને અમિતાભ બચ્ચનના લૂક અને તેમના જુસ્સાને વખાણી રહ્યા છે.
ત્યારે તેમની દોહિત્રી એટલે કે શ્વેતા બચ્ચનની દીકરી નવ્યા નવેલી નંદાની નજર નાનાની હૂડી પર છે. નવ્યાએ નાનાની તસવીર પર કોમેન્ટ કરતાં લખ્યું, “મને આ હૂડી મળી શકે છે?” એક્ટર રોહિત બોઝ રોયે પણ હૂડીના વખાણ કરતાં લખ્યું, હૂડી બહુ પસંદ આવી. એક ફોટોમાં ઘણો OG સ્વેગ છે.
એક દિવસ પહેલા બિગ બીએ ફોટો શેર કરીને પોતાની વધતી દાઢી અંગે વાત કરી હતી. તેમણે લખ્યું હતું, “કામ બંધ છે. દાઢી વધી રહી છે. વર્કફ્રંટની વાત કરીએ તો, અમિતાભ બચ્ચન પાસે કેટલીક રસપ્રદ ફિલ્મો છે. કેટલીક ફિલ્મોના શૂટિંગ પૂરા થઈ ગયા છે તો કેટલીકના ચાલુ છે. અમિતાભ બચ્ચન હવે બ્રહ્માસ્ત્ર, રનવે ૩૪, ગુડ બાય, ઊંચાઈ, ઝુંડ, બટરફ્લાય, હોલિવુડ ફિલ્મ ધ ઈન્ટર્નની હિન્દી રિમેક અને ડાયરેક્ટર નાગ અશ્વિનની અનટાઈટલ્ડ ફિલ્મ છે. છેલ્લે બિગ બી ચહેરે નામની ફિલ્મમાં જાેવા મળ્યા હતા.SSS