Western Times News

Gujarati News

અમિતાભ બચ્ચન હવે થાકી ગયા: રિટાયર થવાનો સંકેત

નવી દિલ્હી, અમિતાભ બચ્ચન એમ જ સદીના મહાનાયક તરીકે ગણાતા નથી. આ વયમાં પણ અમિતાભ બચ્ચન જેટલી મહેનત સાથે સેટ્‌સ પર કામ કરે છે તેને લઇને અમિતાભ બચ્ચનની તમામ લોકો પ્રશંસા કરે છે. અમિતાભ બચ્ચને પોતે પણ કહ્યુ છે કે તબીબો હવે તેમને વધારે કામ ન કરવા માટેની સલાહ આપી રહ્યા છે. હવે અમિતાભ બચ્ચને પોતે નિવૃત થવાના સંકેત આપ્યા છે. અત્રે નોંધનીય છે કે બ્રહ્યાસ્ત્ર ફિલ્મના શુટિંગ માટે અમિતાભ બચ્ચને હવે મનાલીમાં પહોંચીને કેટલાક સંકેત આપ્યા હતા. અમિતાભ બચ્ચને પોતાના બ્લોગમાં પોતાની ભાવના વ્યક્ત કરી છે. અમિતાભે મનાલીમાં લોકોને મળવાને લઇને ખુશી વ્યક્ત કરી છે. બિગ બી દ્વારા લખવામાં આવ્યુ છે કે આ લોકો ખુબ સામાન્ય અને ઇમાનદાર તરીકે છે. અમે ક્યારેય તેમની બરોબરી કરી શકવાની સ્થિતિમાં નથી.

અમિતાભે કહ્યુ છે કે ફરી એકવાર નવી જગ્યા અને નવા રૂપમાં બદલાઇ જવાની જરૂર છે. અમિતાભે કહ્યુ છે કે તેમને હવે એવુ લાગે છે કે રિટાયર થઇ જવાની જરૂર છે. અમિતાભે કહ્યુ છે કે હવે દિમાગ કઇ કહે છે અને આંગળી કઇ અલગ કહે છે. આ એક સંદેશ તરીકે છે. અમિતાભ બચ્ચનની સાથે હાલમાં રણબીર કપુર બ્રહ્યા†માં રણબીર કપુર કામ કરી રહ્યો છે. આયુષ્માન ખુરાનાની ફિલ્મ ગુલાબો સિતાબો નામની ફિલ્મમાં પણ તે નજરે પડનાર છે. અમિતાભ બચ્ચન અન્ય કેટલાક પ્રોજેક્ટમાં પણ સામેલ રહ્યા છે. સદીના સૌથી મોટા સ્ટાર તરીકે અમિતાભ બચ્ચનને ગણવામા આવે છે. તે વિતેલા વર્ષોમાં એંગ્રી યંગ મેન તરીકે ઉભરી આવ્યા હતા. રાજેશ ખન્ના પાસેથી સુપરસ્ટારનો તાજ અમિતાભ બચ્ચને લઇ લીધો હતો. અમિતાભ બચ્ચને સંકેત આપી દીધા બાદ ચાહકો ભારે નિરાશ દેખાઇ રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.