અમિત ટંડન મૌની રોયનો ચેહરો નથી જાેવા માગતો
મુંબઈ, ટીવી એક્ટર અમિત ટંડને એક્ટ્રેસ મૌની રોય પર પોતાની પત્ની રૂબિ ટંડનનો ઉપયોગ કર્યો હોવાનો આરોપ મૂક્યો છે. અમિત ટંડનનું કહેવું છે કે, રૂબિ મુસીબતમાં હતી ત્યારે મૌની રોયે તેનો સાથ નહોતો આપ્યો. અમિત ટંડન મૌની રોયથી ખૂબ નારાજ છે અને ક્યારેય માફી નહીં આપે તેમ કહ્યું છે. અમિત ટંડને વાત કરતાં આખી ઘટના જણાવી છે અને મૌની સામેની નારાજગીનું કારણ પણ આપ્યું છે. એક્ટરે કહ્યું, “મૌની રોય કોણ? મને ખબર છે કે મારી પત્ની રૂબિ આવું નહીં કહે કારણે તેણે તેને ઘણું આપ્યું છે.
હું ક્યારેય મૌનીનો ચહેરો ફરી નથી જાેવા માગતો. તેણે મારી પત્નીનો ઉપયોગ કર્યો છે. અમને લાગ્યું કે તે સારી વ્યક્તિ છે પરંતુ જ્યારે રૂબિ મુશ્કેલીમાં હતી ત્યારે મૌનીએ તેનો સાથ છોડી દીધો હતો.
લોકોના રંગ બદલાય છે તેમ મૌનીના કિસ્સામાં પણ થયું છે. અમે મૌનીનું એક નવું જ રૂપ જાેયું છે, આ એ મૌની નથી જેને અમે ઓળખતા હતા. અમે મૌનીને એક સારી વ્યક્તિ માની હતી પરંતુ તેણે રૂબિનું દિલ દુભાવ્યું છે. મિસ રોય તમે રૂબિને ત્યારે છોડી દીધી જ્યારે તેની પાસે કશું જ નહોતું પરંતુ આજે તેનું કદ વધ્યું છે.
રૂબિ નિઃસ્વાર્થ છે અને તે લોકો માટે ઘણું કરી છૂટે છે; બીજાને ભોજન કરાવા માટે તે પોતાની થાળીમાંથી ખાવાનું આપી દેશે. પરંતુ મૌની માટે અમારા તરફથી માફીને કોઈ અવકાશ નથી. મેં રૂબિને કહી દીધું છે કે, જાે તે મૌનીને ફરી જીવનમાં આવવા દેશે તો પછી હું તેને છોડી દઈશ. સાચું કહું તો અમે જાણી ચૂક્યા છીએ કે એવા ઘણાં લોકો હતા જે સાચા મિત્રો નથી.
તેઓ માત્ર તમાશો જાેવે છે કે, મર્સિડિઝ બાઈક જતી રહી, ક્લિકિનક બંધ થઈ ગયું. પરંતુ તેમની આંખમાં આ સ્થિતિ માટે કોઈ પીડા નથી હોતી. જ્યારે તમારી પાસે રૂપિયાના ઢગલા હોય ત્યારે બધાને તમારી સાથે પાર્ટી કરવી હોય છે.SSS