અમિત મારો પ્રેમ છે અને પ્રેમ મારી કિસ્મત : રેખા
મુંબઈ: હિન્દી ફિલ્મ જગતની દિગ્ગજ અભિનેત્રી રેખા ઘણા સમયથી ટીવી પડદે એક્ટિવ જાેવા મળે છે. રેખાએ ઘણા રિયાલિટી શોમાં ભાગ લીધો છે. તે જે પણ શોમાં જાય છે, ત્યાં સુંદરતા અને અવાજથી અલગ માહોલ ઉભો કરી દે છે. આ વખતે તેઓ કલર્સના રિયાલિટી ડાન્સ શો ડાન્સ દિવાને ૩માં જાેવા મળશે. આ વખતે શોની થીમ રેખા ઉત્સવ રાખવામાં આવી છે. તેઓ આ રિયાલિટી શોમાં પ્રેમની વાત કરી દર્શકોના દિલ લૂંટવા જઈ રહ્યા છે.
ત્યારે વાયરલ થયેલા કલર્સના પ્રોમોમાં રેખા અને અમિતાભ બચ્ચનની વાત થઈ રહી હોવાનું જાણવા મળે છે. કલર્સના આ પ્રોમોમાં ડાન્સ દીવાને ૩ના અપકમિંગ શોના દ્રશ્ય દેખાડવામાં આવ્યા છે. જેમાં રેખા હંમેશાની જેમ ભારેખમ જ્વેલરી તથા સફેદ અને ગોલ્ડન કલરની સાડીમાં સુંદર દેખાય છે. શોમાં કન્ટેસ્ટન્ટના ડાન્સ પર્ફોર્મન્સ રેખાનું દિલ જીતી લે છે. ત્યારે રેખા પણ મસ્તીના મુડમાં આવી જાય છે અને શો દરમિયાન સુપરહિટ ફિલ્મ સિલસિલાના એક સીનને રીક્રિએટ કરે છે.
જેમાં જયા બચ્ચનના રોલમાં માધુરી દીક્ષિત જાેવા મળશે. સિલસિલા ફિલ્મમાં રેખા, જયા બચ્ચન અને અમિતાભ બચ્ચન મુખ્ય ભૂમિકામાં હતા. શોમાં જયા બચ્ચન બનેલી માધુરી દીક્ષિત અને રેખા એકબીજાની તરફ પીઠ ફેરવીને ઉભા હોય તેવું જાેવા મળે છે. ત્યારબાદ સંવાદ શરૂ થાય છે. આ ડાયલોગ બાદ ફિલ્મ સિલસિલનું ગીત વાગે છે. આ પ્રોમોને શેર કરી કલર્સની ટીમે લખ્યું છે કે, સિલસિલો આ પ્રેમનો હોય કે પાગલપનનો, માધુરી અને રેખાજી એવી ક્ષણો લઈ આવશે, જે તમારે ચૂકવી ન જાેઈએ. જુઓ ડાન્સ દિવાને ૩ શનિવારે અને રવિવારે ૮ કલાકે, માત્ર કલર્સ પર.