અમિત શાહની રેલીમાં દેશના ગદ્દારોને ગોળી મારોના સુત્રો કરનાર ત્રણની ધરપકડ
કોલકતા, ગૃહ મંત્રી અમિત શાહની ગઇકાલે અહીં યોજાયેલી રેલીમાં ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતાં. જા કે આ રેલીમાં એકવાર ફરી ઉશ્કેરણીજનક સુત્રોચ્ચાર થયા હતાં અહીં દેશના ગદ્દારોને ગોળી મારોના સુત્રોચ્ચાર થયા હતાં જા કે હવે પોલીસે તેના પર કાર્યવાહી કરતા ત્રણ ભાજપના કાર્યકરોની ધરપકડ કરી છે.
મળતી માહિતી અનુસાર ન્યુ માર્કેટ પોલીસ સ્ટેશનમાં ઉશ્કેરણીજનક સુત્રોચ્ચારને ન્યુ માર્કેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઇ હતી ત્યારબાદ પોલીસે ત્રણ કાર્યકરોની ધરપકડ કરી છે. પોલીસ આ મામલાની તપાસ કરી કરી છે.
એ યાદ રહે કે દિલ્હી વિધાનસભા ચુંટણી દરમિયાન અનુરાગ ઠાકુરે મંચથી દેશના ગદ્દારોને ગોળી મારોના સુત્રોચ્ચાર કરાવ્યા હતાં.આ સુત્રોચ્ચારને લઇ ખુબ વિવાદ થયો હતો. દિલ્હી હિંસાના મામલમાં સુનાવણી દરમિયાન હાઇકોર્ટે પોલીસને નોટીસ મોકલી એફઆઇઆર ન દાખલ કરવાને લઇ જવાબ માંગ્યો છે.
આ રેલીમાં અમિત શાહે મમતા બેનર્જી અને તેમના ભત્રીજા અભિષેક પર નિશાન સાધતા કહ્યું હતું કે આગામી વર્ષની વિધાનસભા ચુંટણી બાદ કોઇ શહજાદા રાજયના મુખ્યમંત્રી બની શકશે નહીં. ચુંટણીમાં ભાજપને જ બહુમતિ મળશે