Western Times News

Gujarati News

અમિત શાહનો ફેક વીડિયો વાયરલ કરનારામાં એક મેવાણીનો PA, બીજો AAPનો કાર્યકર્તા

(એજન્સી)અમદાવાદ, રવિવારે ૨૮ એપ્રિલના રોજ દિલ્હી પોલીસે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના એડિટેડ વીડિયો અંગે હ્લૈંઇ નોંધી હતી. આ વીડિયોમાં શાહ એસસી-એસટી અને ઓબીસીની અનામતને ખતમ કરવાની વાત કરતા જોવા મળે છે. જો કે ન્યૂઝ એજન્સી પીટીઆઈના ફેક્ટ ચેકમાં આ વીડિયો નકલી સાબિત થયા હતા.

ત્યારે આ એડિટેડ વીડિયોને ફેલાવવા અંગેની એક ફરિયાદ ભાજપ દ્વારા કરવામાં આવી હતી, જ્યારે બીજી ફરિયાદ ગૃહ મંત્રાલય દ્વારા કરવામાં આવી હતી. ભાજપે આ વીડિયોને લઈને દેશભરમાં નોંધવાનો નિર્ણય લીધો છે. ત્યારે આ એડિટેડ વીડિયોને શેર કરતા ગુજરાતથી બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. જેમાં એક કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના પીએ છે, અને બીજો આપનો કાર્યકર્તા છે.

અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે અમિત શાહની સભાના વીડિયોને ખોટી રીતે વાયરલ કરનારની ધરપકડ કરી છે. આરોપીઓએ કેન્દ્રીય ગૃહમંત્રીની જાહેર સભાના વીડિયોને એડિટ કરીને વાયરલ કર્યો હતો. અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે ૨ શખ્સોની ધરપકડ કરી છે. જેઓએ અમિત શાહની પાલનપુર અને લીમખેડાની સભાના વીડિયોને એડિટ કરીને વાયરલ કર્યા હતા.

સતિષ વસાણી અને આરબી બારીયાની ધરપકડ કરાઈ છે. જેમાં આરબી બારીયા આપનો કાર્યકર્તા છે. તો સતીષ વસાણી કોગ્રેસના વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીનો પીએ છે.

ગૃહમંત્રી અમિત શાહના નિવેદનને અનામત નાબૂદ કરવાના નિવેદનને ખોટી રીતે એડિટ કરીને વાયરલ કરવામાં આવી રહ્યું છે. દિલ્હી પોલીસે ઠ હેન્ડલ વિરુદ્ધ એફઆઈઆર નોંધી છે, જેણે અમિક શાહના નિવેદનને સંપાદિત કર્યું હતું અને તેને વાયરલ કર્યો હતો. આ કેસમાં દેશભરમાંથી ધરપકડ થઈ રહી છે. સતીષ વણસોલાની ધરપકડ પર જીજ્ઞેશ મેવાણીએ પ્રતિક્રિયા આપી હતી.

જીજ્ઞેશ મેવાણીએ કહ્યું હતું કે સતીષ વણસોલા મારો PA નહીં, મારો ભાઈ સમાન છે. સતીષ છ વર્ષથી મારી સાથે જોડાયેલ છે. મેવાણીએ કહ્યું હતું કે સતીષના આત્મસન્માન માટે લડીશું.

અમુક માણસોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. સામાન્ય પરિવારના દીકરાને ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે. આ તો તપાસનો વિષય છે. ભાજપ નેતા જયરાજસિંહે કહ્યું હતું કે આરોપી કયા સમાજ કે જ્ઞાતિનો છે તે લેવાદેવા નથી. કાંગ્રેસ જ્ઞાતિગત રાજનીતિ કરે છે. આ નકલી વીડિયો કોણે વાયરલ કર્યો તે તપાસનો વિષય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.