અમિત શાહે ગુજરાતનો પ્રવાસ ટુંકાવ્યો
અમદાવાદ, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે આવ્યા હતા. ત્યારે ગાધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે અમિત શાહે સભાનું સંબોધન કર્યું હતું. જેમાં તેમણે જણાવ્યું હતું કે, ગાંધીનગરમાં હું સંસદ સભ્ય તરીકે આવ્યું છું. ગાંધીનગર પહેલું કેરોશીન મુક્ત શહેર બન્યું છે. તો બીજી તરફ કોંગ્રેસ પર પ્રહારો કરતા કહ્યું હતું કે, કોંગ્રેસે ગરીબી હટાવવાના બદલે ગરીબો હટાવ્યા છે.
પરંતુ હવે અમિત શાહે ગુજરાતનો બે દિવસનો પ્રવાસ અધવચ્ચે મૂકી દિલ્હી જવા રવાના થઇ જશે. ચર્ચા અનુસાર, મહારાષ્ટ્ર અને હરિયાણાના ચૂંટણી પરિણામ બાદ આ બે રાજ્યોની રાજનીતિ ખુબ જ તેજ થઇ ગઇ છે.
આ સિવાય અમિત શાહ મહાત્મા મંદિરના કાર્યક્રમમાં પણ હાજરી આપવાના છે. ત્યારબાદ કલોલમાં નવા ફ્લાય ઓવરબ્રિજનું લોકાર્પણ કરશે. APMCના ગેટ અને ગેસ્ટ હાઉસનું પણ લોકાર્પણ કરશે. દિવ્યાંગોને સાધન સહાયનું વિતરણ પણ કરશે. સાંજે અમદાવાદ એનેક્સીમાં કાર્યકરો સાથે બેઠક કરશે, ત્યારબાદ ગાંધીનગર લોકસભાના ધારાસભ્યો સાથે પણ બેઠક કરવાના છે.
ચોંકાવનારી વાત એ છે કે, અમિત શાહે પોતાના બે દિવસનો પ્રવાસ શામાટે અટકાવી દીધો છે તે વિશે કોઇ પણ પ્રકારની જાણકારી પ્રાપ્ત થઇ શકી નથી, પરંતુ એક ચર્ચા અનુસાર હરિયાણા અને મહારાષ્ટ્રની ચૂંટણીના પરિણામોના કારણે તેમણે દિલ્હીની વાટ પકડી હોય તેવું માનવામાં આવી રહ્યું છે.