Western Times News

Gujarati News

અમિત શાહે જમ્મુ અને કાશ્મીરની અપની પાર્ટીના 24 સભ્યોના પ્રતિનિધિમંડળ સાથે મુલાકાત કરી

નરેન્દ્ર મોદી સરકાર જમ્મુ અને કાશ્મીરની રાજ્ય બનવાની આશાઓને પૂર્ણ કરવા માટે ઝડપથી સમાજના તમામ વર્ગોની સાથે મળીને કામ કરશેઃ શ્રી શાહ

આર્થિક વિકાસ અને બેરોજગારીના મુદ્દે સમાધાન માટે જલદી જ એક ઔદ્યોગિક નીતિની જાહેરાત કરવામાં આવશેઃ શ્રી શાહ

નવી દિલ્હી, કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહે આજે નવી દિલ્હીમાં શ્રી અલ્તાફ બુખારીના નેતૃત્વ હેઠળ જમ્મુ અને કાશ્મીરની અપની પાર્ટીના 24 સભ્યોના પ્રતિનિધિમંડળ સાથે મુલાકાત કરી હતી અને તેમને વિશ્વાસ અપાવ્યો હતો કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ એનડીએ સરકાર જમ્મુ અને કાશ્મીરમાં સર્વાગી વિકાસ માટે તમામ પગલાં ઉઠાવશે.. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આગામી થોડા મહિનાઓમાં પાયાના સ્તર પર સ્પષ્ટ પરિવર્તન દૃષ્ટિગોચર થવા લાગશે.

        શ્રી શાહે પ્રતિનિધિમંડળ દ્વારા લગભગ 40 મુદ્દા ઉઠાવાયા બાદ તેમની સાથે વાતચીત કરતા ભાર પૂર્વક કહ્યું હતું કે સરકારનો ક્ષેત્રમાં વસ્તીલક્ષી પરિવર્તન લાવવાનો કોઇ ઇરાદો નથી અને આવી કોઇપણ વાતચીતનો એકદમ કોઇ આધાર નથી. તેમણે કહ્યું હતું કે સરકાર જમ્મુ અને કાશ્મીરની રાજ્ય બનવાની આશાઓને પૂર્ણ કરવા માટે જલદીથી જલદી સમાજના તમામ વર્ગોની સાથે મળીને કામ કરશે. શ્રી શાહે કહ્યું કે પ્રધાનમંત્રીએ કલમ 370ને રદ કરાયા બાદ રાષ્ટ્રને સંબોધિત કરતા આ વાત કહી હતી અને એટલે સુધી કે તેમણે પણ 6 ઓગસ્ટ, 2019ના રોજ લોકસભામાં પોતાના સંબોધનમાં પણ આ જ વાત કહી હતી. ગૃહ મંત્રીએ કહ્યું હતું કે આ ભારતના હિતો માટે પણ સારૂ છે, કારણ કે આ એક સરહદી વિસ્તાર છે.

        પ્રતિબંધો મુદ્દે પ્રતિનિધિમંડળની આશંકાઓને દૂર કરતા શ્રી શાહે કહ્યું હતું કે રાહતો અંગે પણ તમામ નિર્ણય પાયાના સ્તરે રહેલી વાસ્તવિકતાઓ પર આધારિત છે અને કોઇપણ દબાણને કારણે નથી. તેમણે નિવારક નજરબંદીથી લોકોને મુક્ત કરાવા, ઇન્ટરનેટને ફરી શરૂ કરવું, કર્ફ્યૂમાં ઢીલાશ આપવા જેવા પગલાંઓનો ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે આગામી સમયમાં રાજકીય કેદીઓને પણ મુક્ત કરી દેવામાં આવશે, કારણ કે સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય આ છે કે કોઇપણ વ્યક્તિનું મૃત્યું ન થવું જોઇએ, ચાહે તે સામાન્ય કાશ્મીરી હોય કે પછી સુરક્ષા કર્મચારી. ગૃહ મંત્રીએ પ્રતિનિધિમંડળને આશ્વાસન આપ્યું હતું કે દેશના અન્ય રાજ્યોની સરખામણીમાં જમ્મુ અને કાશ્મીરની એક સારી વસવાટ નીતિ રહેશે અને કહ્યું હતું કે વ્યાપક-સલાહ-વિમર્શ બાદ જલદી જ વિવેક સંમત આર્થિક વિકાસ નીતિનું માળખું તૈયાર કરવામાં આવશે. તેમણે ભારપૂર્વક જણાવ્યુ હતું કે જમ્મુ અને કાશ્મીરમાં કેન્દ્રીય કાયદાઓના અમલીકરણમાં કોઇપણ પ્રકારનો ભેદભાવ નહીં કરવામા આવે અને તમામ વર્ગોના હિતો પર ધ્યાન આપવામાં આવશે.

        ગૃહ મંત્રીએ પ્રતિનિધિમંડળને કહ્યું હતું કે જલદી જ તાત્કાલિક આર્થિક વિકાસ માટે એક ઔદ્યોગિક નીતિની જાહેરાત કરવામાં આવશે અને પહેલાં જ એક લેન્ડ બેન્કની રચના કરી લેવામાં આવી છે. તેમણે જણાવ્યુ હતું કે પાછલા 70 વર્ષમાં જમ્મુ અને કાશ્મીરે 13,000 કરોડ રૂપિયા આકર્ષિત કર્યા હતા અને તેમણે આશા વ્યક્ત કરી હતી કે 2024 સુધીમાં ક્ષેત્રમાં ત્રણ ગણું વધારે રોકાણ આવશે, કારણ કે તેના માટે ભરપૂર સંભાવનાઓ છે અને રોકાણકારો પણ આગળ આવવા માટે ઇચ્છુક છે. તેમણે કહ્યું હતું કે તે રાજ્યમાં બેરોજગારીની સમસ્યાનું પણ સમાધાન કરી દેશે.

        ગૃહ મંત્રીએ કહ્યું કે અનામતના મુદ્દાઓ પર એક પંચની જલદી જ રચના કરવામાં આવશે અને તેમણે કહ્યું હતું ગુજ્જરો, વિચરતા અને અન્ય સમુદાયોની સાથે કોઇપણ પ્રકારે અન્યાય નહીં કરવામાં આવે. જમ્મુ અને કાશ્મીર બેન્ક સાથે જોડાયેલા મુદ્દાઓ પર તેમણે પ્રતિનિધિમંડળને આશ્વાસન આપ્યું હતું કે તેઓ વ્યક્તિગતરૂપે આ મુદ્દાઓ પર ધ્યાન આપશે. તેમણે કહ્યું હતું કે સામાન્ય વહીવટીતંત્રમાં ત્રુટીઓના મુદ્દાનું સમાધાન ફાસ્ટ ટ્રેક આધારે કરવામાં આવશે. શ્રી શાહે કહ્યું હતું કે તેઓ લેફ્ટેનેન્ટ ગર્વનરને પણ એક સીનિયર નોડલ અધિકારીની નિમણૂક કરવા માટે કહેશે, જેઓ અઠવાડિયામાં બે વાર પીડિત વ્યક્તિઓ સાથે મુલાકાત કરશ. તેમણે પ્રતિનિધિમંડળને નીચલા સ્તરે પણ ફીડબેક ગૃહ મંત્રાલયને ઉપલબ્ધ કરાવવા માટે કહ્યું છે.

શ્રી શાહે કહ્યું હતું કે તેમની સરકાર જમ્મુ અને કાશ્મીરના સર્વાંગી વિકાસ માટે તમામ પાર્ટીઓ અને વ્યક્તિ વિશેષ લોકો પાસેથી સલાહ-સૂચન અને ફીડબેક પ્રાપ્ત કરવા માટે ઇચ્છુક છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.