અમિત શાહે પરિવાર સાથે ગૌ પૂજન અને જગન્નાથ મંદિરે દર્શનનો લાભ લીધો

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે અમદાવાદમાં ઉતરાયણના પર્વે પરિવાર સાથે ધાર્મિક વિધિ, ગૌ પૂજન અને જગન્નાથ મંદિરે દર્શનનો લાભ લીધો હતો.
સનાતન ધર્મમાં ગાય માતાની સેવા અને પૂજાનું વિશેષ મહત્વ છે. દર વર્ષની જેમ ઉત્તરાયણના પાવન અવસરે અમદાવાદના શ્રી જગન્નાથ મંદિરમાં ગાયની પૂજા કરવાનો અને પૂજનીય સંતોના આશીર્વાદ મેળવવાનો અને પ્રાર્થના કરવાનો લહાવો ગૃહમંત્રી અમિત શાહે પરિવાર સાથે લીધો હતો.
પરિવારમાં હાલમાં બનેવીનું દુ:ખદ અવસાન થયેલ હોય તેથી ઉતરાયણના પર્વ પર પતંગોત્સવની ઉજવણી કરવામાં આવી ન હતી. પરંતુ સવારે જગન્નાથ મંદિરે દર્શન, ત્યારબાદ સાધુ સંતોના આશિર્વાદ મેળવ્યા અને ગૌપૂજન કર્યુ હતું.