અમિત શાહે બોપલમાં આવાસોનું લોકાર્પણ કર્યું
(પ્રતિનિધિ) અમદાવાદ, હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને સ્પષ્ટ બહુમતી નહી મળતા ભાજપના અગ્રણી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તાત્કાલિક અમદાવાદથી દિલ્હી દોડી ગયા હતાં અને ત્યાં તેઓએ હરિયાણામાં પુનઃ ભાજપની સરકાર રચાય તે માટેના સફળ પ્રયાસો કર્યા હતાં ગઈકાલે મોડીરાત સુધી જેજેએમના અગ્રણી દુષ્યંત ચૌટાલા સાથે મીટીંગ કરી હતી અને તેમના પ્રયાસો સફળ રહેતા આજે હરિયાણામાં સરકાર રચવાનો દાવો ભાજપ કરવાનો છે અને જેજેએમના ધારાસભ્યોને મંત્રી મંડળમાં પણ સ્થાન આપવામાં આવનાર છે.
Live: AMC અને અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા વિવિધ પ્રજાલક્ષી વિકાસ કાર્યોનું ખાતમુર્હત કરતા માન. કેન્દ્રિય ગૃહમંત્રીશ્રી @AmitShah જી
| @amitshah4bjp | @BJP4Gujarat | @AmitShahOffice | @jitu_vaghani |https://t.co/04HNZRgAMg— Dilip Patel ???????? (@bjpdilippatel) October 26, 2019
હરિયાણાનું ચિત્ર સ્પષ્ટ થઈ જતા અમિત શાહ આજે વહેલી સવારે પુનઃ અમદાવાદ આવી પહોંચ્યા હતા અને અમદાવાદમાં તેમણે સૌ પ્રથમ બોપલ ખાતે આર્થિક રીતે પછાત પરિવારોને આવાસોનું લોકાર્પણ કર્યું હતું આજે દિવસભર અમિત શાહ અમદાવાદ શહેરમાં અંદાજે ૮૦૦ કરોડથી વધુના કામોનું લોકાર્પણ કરવાના છે. આ પ્રસંગે શહેરના મેયર બીજલબેન પટેલ, સુરેન્દ્ર પટેલ, શહેર કમિશ્નર, જીતુ વાઘાણી, તેમજ અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.