અમિત શાહે સાડા પાંચ કરોડના ખર્ચે નવનિર્મિત ૬ પોલિસ સ્ટેશનનુ લોકાર્પણ કર્યું
અમદાવાદ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદ ગ્રામ્ય જિલ્લામાં સાડા પાંચ કરોડના ખર્ચે નવનિર્મિત ૬ પોલિસ સ્ટેશન અને નાયબ પોલિસ અધિક્ષક કચેરીનુ વર્ચ્યુઅલ લોકાર્પણ કર્યુ જેમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને વધુ સુદ્રઢ કરવાના એક નવતર આયામો અપનાવી રાજ્ય સરકારે પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિમાં આમૂલ પરિવર્તન ચાલુ કર્યુ તે માટે ગૃહમંત્રી અમિત શાહે અભિનંદન પાઠવ્યા.
ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યુ કે ભૂતકાળમાં ગુજરાતની છબી કર્ફ્યુ કેપિટલ અને છાશવારે રમખાણો થતા રાજ્યની હતી. હવે રાજ્ય પોલિસે અધ્યતન ટેકનોલૉજી, કૌશલ્યવર્ધન યુક્ત કર્મીઓની સમયબદ્ધ ભરતી, ગુજસિટોક જેવા કાનૂની ઢાંચાના નક્કર સમર્થનથી ગુજરાતને શાંત, સલામત, સુરક્ષિત અને વિકસિત રાજ્યની ઓળખ અપાવી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના વિકાસમાં કાયદો વ્યવસ્થાથી સંગીન સ્થિતિ અને લોકોની સુરક્ષાને પાયારૂપ ગણાવ્યા હતા. વળી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વધુમાં જણાવ્યુ હતુ કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને ગૃહમંત્રી અમિત શાહના દિશાદર્શનમાં ગુજરાત પોલિસ બિટ પોલીસીંગથી સ્માર્ટ પોલીસિીંગ તરફ સફળતાપૂર્વક આગળ વધી છે.
તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે પોલિસ દળના સાયબર આશ્વસ્ત, વિશ્વાસ પ્રોજેક્ટ, ૧૦ હજાર જવાનોએ ૭૧ કરોડના ખર્ચે અપાનારા બોડીવૉર્ન કેમેરા જેવી સુવિધાઓથી રાજ્યના નાગરિકોની જાનમાલ સુરક્ષા, કાયદો વ્યવસ્થા જાળવણીમાં નવુ બળ મળ્યુ છે.
વર્ચ્યુઅલ લોકાર્પણમાં ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. રાજીવ ગુપ્તા, પોલિસ મહાનિર્દેશક આશિષ ભાટિયા, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ શ્રી પંકજ જાેશી, સચિવ શ્રીમતી અવંતિકા સિંઘ ગાંધીનગરથી સહભાગી થયા હતા. સાણંદના ધારાસભ્ય કનુભાઈ, ભાજપ પ્રદેશ અગ્રણી પ્રદીપસિંહ વાઘેલા તેમજ અમદાવાદ રેન્જ આઈજી કલેક્ટર અને પોલિસ અધિક્ષક વગેરે કાર્યક્રમ સ્થળેથી જાેડાયા હતા.HS