Western Times News

Gujarati News

અમિત શાહે સોલા સિવિલમાં આહાર કેન્દ્ર, રેડિયોલોજી કોલેજનું લોકાર્પણ કર્યું

અમદાવાદ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સાયન્સ સિટી,ગોતા અને થલતેજમાં રૂ. ૩૦૬ કરોડનાં ૯૦૦ આવાસોનું લોકાર્પણ કર્યું હતું આ ઉપરાંત આયુષમાન થીમ પર બનાવતા ગાર્ડનનું ખાતમુર્હૂત કર્યું હતું.

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ એક દિવસની ગુજરાત મુલાકાતે આવ્યા હતાં ત્યારે તેમના સંસદીય ક્ષેત્રના ૩૦૦ કરોડથી વધુ કામો ખાતમુર્હુત અને લોકપર્ણ કર્યું હતું ૧૫૦ કરોડનાં ખર્ચે બનેલાં બ્રિજ સહિત ૨૦ કરોડના ખર્ચે અમદાવાદ નારણપુરામાં તૈયાર કરવામાં આવેલાં વૉટર ડિસ્ટીબ્યુશન સેન્ટર ખુલ્લું મુકયુ હતું ગોતા અને થલતેજમાં ૨૦ કરોડના ખર્ચે આકાર પામેલા પ્રધાનમંત્રી આવાસનું લોકપર્ણ અને સરખેજમાં ૫ કરોડ સરખેજ ગાર્ડનનું ડેવલોમેન્ટનો ચિતાર મેળવ્યો હતો.

અમિત શાહે કલોલ નગરપાલિકાના ઉપક્રમે બીવીએમ ફાટક પરના ઓવરબ્રિજ અને સરદાર બાગના નવીનીકરણનું ખાતમુહૂર્ત સાંજે ૫.૦૦ કલાકે જી. ડી. પાર્ટી પ્લોટ, સોલા, અમદાવાદ ખાતે એ.એમ.સી. દ્વારા નિર્મિત વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ અને તૈયાર થનાર જુદા જુદા કાર્યોના ખાતમુહૂર્ત કર્યું હતું વિધાનસભા ૨૦૨૨ની ચૂંટણી પહેલા છેલ્લા ૧૫ દિવસમાં અમિત શાહનો આ બીજાે ગુજરાત પ્રવાસ છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.