અમિત શાહ કર્ણાટકના પૂરગ્રસ્ત બેલાગવી જિલ્લાનું હવાઈ નિરીક્ષણ કર્યું
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે કર્ણાટકના પૂરગ્રસ્ત બેલાગવી ક્ષેત્રની હવાઈ નિરીક્ષણ કર્યું. દેશના દક્ષિણ અને પશ્ચિમના પાંચ રાજ્યોમાં પૂરનો કહેર છે.
કેરળ, કર્ણાટક, મહારાષ્ટ્ર, તામિલનાડુ અને ગુજરાતમાં છેલ્લા ચાર દિવસમાં 136 લોકોનાં મોત નીપજ્યાં છે. સૌથી વધુ ખરાબ હાલત કેરળમાં છે જ્યાં 57 લોકોનાં મોત નીપજ્યાં છે અને આશરે 1.65 લાખ લોકોને રાહત શિબિરમાં ખસેડવામાં આવ્યા છે.
વરસાદને કારણે કેરળના વાયનાડમાં પણ પાયમાલ થયો છે. અહીં વરસાદના કારણે અત્યાર સુધીમાં 10 લોકોનાં મોત નીપજ્યાં છે. વાયનાડના સાંસદ રાહુલ ગાંધી રવિવારે પૂરની પરિસ્થિતિ જાણવા પહોંચશે. વાયનાડના નાયબ જિલ્લા કલેકટર એન.એસ.કે. ઉમેશે જણાવ્યું હતું કે પુથુમાલામાં ચાના બગીચામાં ભૂસ્ખલનના કાટમાળથી હજારો લોકોને બચાવવામાં આવ્યા છે. ખરાબ હવામાનને કારણે રાહત કાર્યને અસર થઈ રહી છે.