Western Times News

Gujarati News

અમિત શાહ કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો

દેશના ગૃહમંત્રી અમિત શાહનો આજે કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો છે. અમિત શાહ છેલ્લા ઘણા સમયથી કોરોના પોઝિટીવ આવ્યા બાદ દિલ્હીની એક હોસ્પિટલમાં દાખલ થયા હતા. આજે તેઓ ફરિ સ્વસ્થ થયા છે જોકે, હજુ પણ તેઓ હોમ આઈસોલેશનમાં રહેશે. આ બાબતે અમિતશાહે એક ટ્વીટ પણ કરી છે. જેમાં લખ્યું છે કે આજે મારો કોરોના ટેસ્ટ નેગેટિવ નેગેટિવ આવ્યો છે. હું ઇશ્વરને ધન્યવાદ કરું છું અને જેમણે મારી તબિયત માટે શુભકામનાઓ વ્યક્ત કરી અને મારા પરિવારને દિલાસો આપ્યો એ તમામનો હું દિલથી આભાર માનું છું. તબીબોની સલાહ પર હજુ બીજા કેટલાક દિવસ હું હોમ આઈસોલેશનમાં રહીશ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.