અમિત શાહ સાયન્સ સિટી રોડ પર બ્રિજનું લોકાર્પણ કરશે

અમદાવાદ, કેન્દ્રીયગૃહમંત્રી અમિત શાહ ફરી એકવાર ૧૧ ડિસેમ્બરે અમદાવાદની મુલાકાતે આવનાર છે.અમદાવાદના સાયન્સ સિટી રોડ ખાતે બ્રિજનું લોકાર્પણ કરશે. જ્યારે અન્ય ૮ કામનું ખાતમૂહૂર્ત અને ૫ કામનું લોકાર્પણ કરશે.
આ સિવાય જાણવા મળી રહ્યુંછે કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આગામી ૧૧ ડિસેમ્બરે રાજકોટની મુલાકાતેજશે. રાજકોટ-ભાવનગર હાઇવે પર આવેલા સરધાર સ્વામિનારાયણમંદિરના મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં અમિત શાહ સામેલ થશે.
સરધારસ્વામિનારાયણ મંદિર દ્વારા ૧૦ ડિસેમ્બરથી ૧૮ ડિસેમ્બર સુધી ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્વનું આયોજન કર્યું છે જેનું ઉદઘાટન ૧૦મી તારીખે થશે. આગામી ૧૧ તારીખે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ગુજરાતના મુખ્યમંત્રીભુપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેશે. સાથે જ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલપણ આવશે.
પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને લઈને મંદિરમાં તૈયારીઓને આખરી ઓપ આપાઈરહ્યો છે. હજારોની સંખ્યામાં સ્વંયસેવકો તેમજ હરિભક્તો સેવા આપી રહયા છે. અમદાવાદના સોલા ખાતે ૧૧,૧૨,૧૩ ડિસેમ્બરે ઉમિયાધામમંદિરનો શિલાન્યાસ યોજાશે, જેમાં ૧૧ ડિસેમ્બરે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજર રહેશે.
વિશ્વ પાટીદાર સમાજના આસ્થાનાકેન્દ્ર સમાન ઉમિયાધામ મંદિર અમદાવાદના સોલામાં આકાર લઇ રહ્યું છે.ત્રિદિવસીય શિલાન્યાસ મહોત્સવનો શુભારંભ ૧૧મી ડિસેમ્બરથી કેન્દ્રીયગૃહમંત્રી અમિતભાઈ શાહના હસ્તે થશે. ૧૨મી ડિસેમ્બરે ભવ્ય નવચંડી અને ૧૩મીડિસેમ્બરે શિલાપૂજન થશે.SSS